અક્ષય કુમારની ફિલ્મ ‘રામ સેતુ’નું ટ્રેલર થયું લોન્ચ : પાણી પર ચાલતો જોવા મળ્યો અક્ષય
અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ‘રામ સેતુ’નું આજે ટ્રેલર લોન્ચ થયું છે. ટ્રેલર એક્શન-એડવેન્ચરથી ભરપૂર જણાય છે. ટ્રેલરના અંતમાં અક્ષય કુમાર પાણી પર ચાલતો જોવા મળે છે. પૌરાણિક મહાકાવ્ય રામાયણમાં ભગવાન રામ દ્વારા બાંધવામાં આવેલ પુલ જેને ‘રામ સેતુ’ તરીકે ઓળખવામાં આવે છે, તે રામ સેતુને બચાવવાનાં લક્ષને અક્ષય અક્ષય કુમાર એકલા હાથે સાચવી રહ્યો હોય, તેવું ટ્રેલર જોયા બાદ લાગે છે.
આ પણ વાંચો : અધધ 400 કરોડની કમાણીને પાર પહોંચી ઐશ્વર્યાની ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન-1’
શું છે ફિલ્મની વાર્તા ?
ફિલ્મ ‘રામ સેતુ’માં અક્ષય એક ‘નાસ્તિક પુરાતત્વવિદ્’ની ભૂમિકા ભજવી રહ્યો છે, જે પાછળથી આસ્તિક બને છે. જેણે દુષ્ટ શક્તિઓ કે જે ભારતના વારસાના સ્તંભને નષ્ટ કરે તે પહેલાં સુપ્રસિદ્ધ રામ સેતુનું સાચું અસ્તિત્વ સાબિત કરવાની ભૂમિકા ભજવવાની છે. ટ્રેલરમાં તેનું પાત્ર એક ઐતિહાસિક ખજાનો હોવાનો દાવો પણ કરે છે. ટ્રેલર વાર્તાનો ભાવાર્થ સમજાવે છે કે ફિલ્મનાં દુષ્ટ પાત્રો ‘રામ સેતુ’નો નાશ કરવા માંગે છે. જેમ જેમ અક્ષય અને તેની ટીમ સ્ટ્રક્ચરના અસ્તિત્વને સાબિત કરવા માટે નીકળે છે, જ્યાં તેઓ એક મોટી યોજનામાં ફસાઈ જાય છે. જ્યાં તેઓનું એકમાત્ર લક્ષ્ય હોય છે, રામ સેતુને બચાવવું.
25 ઓક્ટોબરે રિલીઝ થશે રામ સેતુ
‘રામ સેતુ’ આગામી 25 ઓક્ટોબરે રિલીઝ થશે. ‘રામ સેતુ’નું નિર્દેશન અભિષેક શર્મા દ્વારા કરવામાં આવ્યું છે અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા એમેઝોન પ્રાઇમ વિડિયો, એબન્ડેન્ટિયા એન્ટરટેઈનમેન્ટ અને લાયકા પ્રોડક્શન્સ દ્વારા સહ-નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સત્ય દેવ, જેકલીન ફર્નાન્ડિઝ, નુસરત ભરુચા, નાસિર, પ્રવેશ રાણા, જેનિફર પિકિનાટો પણ છે.
મારે સમજવું પડશે કે દર્શકો શું ઈચ્છે છે : અક્ષય કુમાર
અભિષેક શર્મા દ્વારા દિગ્દર્શિત, ‘રામ સેતુ’ એ આ વર્ષમાં ‘બચ્ચન પાંડે’, ‘પૃથ્વીરાજ’, ‘રક્ષા બંધન’ અને ‘કટપુતલ્લી’ પછી અક્ષયની પાંચમી રિલીઝ હશે. આ વર્ષે અક્ષયની કોઈપણ ફિલ્મને સારી સમીક્ષા મળી નથી અને તે બોક્સ ઓફિસ પર કામ કરવામાં નિષ્ફળ રહી. ‘રક્ષાબંધન’ ફ્લોપ થયા પછી કહ્યું અક્ષયે હતું કે, “ફિલ્મો ચાલી રહી નથી, એમાં મારી ભૂલ છે. મારે ફેરફારો કરવા પડશે. મારે સમજવું પડશે કે દર્શકો શું ઈચ્છે છે. હું મારા ફેરફારો કરવા માંગુ છું. તેણે કહ્યું કે મારે કેવા પ્રકારની ફિલ્મો કરવી જોઈએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ માટે મારા સિવાય બીજા કોઈને દોષી ઠેરવવામાં આવતું નથી.”