મનોરંજન

અધધ 400 કરોડની કમાણીને પાર પહોંચી ઐશ્વર્યાની ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન-1’

Text To Speech

મણિરત્નમની ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન-1બોક્સ ઓફિસ પર તોફાની ઝડપે કમાણી કરી રહી છે. ફિલ્મનો ક્રેઝ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોરદાર વર્તાય રહ્યો છે અને આ ફિલ્મ ખુબ જ ઓછા સમયમાં બોક્સ ઓફિસના મોટા આંકડાઓ પાર કરી રહી છે. આ વર્ષે ઘણા મોટા રેકોર્ડ તોડી રહેલી ‘પોન્નિયિન સેલ્વન-1’  ટૂંક સમયમાં વર્ષ 2022ની ટોચની બોલિવૂડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને માત આપવા જઈ રહી છે.

આ પણ વાંચો : કંગના રનૌતની ફિલ્મ ‘સીતા’માં રામની ભૂમિકા જોવા મળશે PS-1 સ્ટાર વિક્રમ !

‘પોન્નિયિન સેલ્વન-1’ ને દર્શકો તરફથી મળેલા પ્રેમથી ઘણો ફાયદો થઈ રહ્યો છે અને બોક્સ ઓફિસ પર તેની કમાણી ખૂબ જ ઝડપથી વધી રહી છે. 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મના 11મા દિવસે તેનું કલેક્શન બહાર આવ્યું છે અને તે વર્ષ 2022ની ટોપ 5 ભારતીય ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ચૂકી છે.

‘પોન્નિયિન સેલ્વન-1’ 400 કરોડને પાર કરી ગઈ છે

મણિરત્નમની ફિલ્મ બોક્સ ઓફિસ પર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જોરદાર કમાણી કરી રહી છે. ‘પોન્નિયિન સેલ્વન-1’ નું વિશ્વવ્યાપી કલેક્શન 400 કરોડના મોટા આંકડાને પાર કરી ગયું છે. ‘પોન્નિયિન સેલ્વન-1’ ને આ સિદ્ધિ હાંસિલ કરવામાં માત્ર 11 દિવસનો સમય લાગ્યો છે. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન જે ઝડપે આગળ વધી રહ્યું છે, તે જોતા આ ફિલ્મને 500 કરોડની કમાણીનો આંકડો પણ બહુ દૂર લાગતો નથી.

‘બ્રહ્માસ્ત્ર’ અને ‘વિક્રમ’ જેવી ફિલ્મોને આપશે ટક્કર

વર્ષ 2022 માં સૌથી મોટી ભારતીય ફિલ્મો વિશે વાત કરીએ, તો KGF 2 એ 1,200 કરોડથી વધુની કમાણી સાથે ટોચ પર છે. જ્યારે 1130 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરનાર RRR બીજા નંબર પર છે. અને હવે 500 કરોડની કમાણી કરનાર ‘વિક્રમ’ અને 430 કરોડ રૂપિયાની કમાણી કરનાર ‘બ્રહ્માસ્ત્ર’ને ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન-1’ ટક્કર મારવા જઈ રહી છે. આગામી દિવાળીનો તહેવાર આ ફિલ્મની કમાણીને વધુ આગળ લઈ જશે. આ સોમવાર બાદ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન ભારતમાં 220 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.

ઐશ્વર્યા રાયની કારકિર્દી વળાંક લઈ રહી છે

2018 થી હિન્દી ફિલ્મોથી દૂર રહેલી શ્રેષ્ઠ અભિનેત્રી ઐશ્વર્યા રાયની કારકિર્દી ખૂબ જ આશ્ચર્યજનક વળાંક પર છે. જ્યારે ઐશ્વર્યાએ છેલ્લા 5 વર્ષમાં બોલિવૂડમાંથી કોઈ નવી ફિલ્મની જાહેરાત કરી નથી, ત્યારે ઐશ્વર્યાની ‘પોન્નિયિન સેલ્વન-1’ બોક્સ ઓફિસ પર વર્ષની ટોચની બોલિવૂડ ફિલ્મને હરાવવા માટે ઝડપથી આગળ વધી રહી છે.

ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત દિગ્દર્શકોમાંના એક, મણિરત્નમની ‘પોન્નિયિન સેલ્વન-1’ ચૌલ સામ્રાજ્યના ઇતિહાસ સાથે જોડાયેલી વાર્તા છે. ફિલ્મમાં ઐશ્વર્યા સહિત ચિયાન વિક્રમ, કાર્તિ, જયમ રવિ, ત્રિશા અને પ્રકાશ રાજ જેવાં ઘણા કલાકારો છે. આ ફિલ્મને રિવ્યુ પણ ઘણાં શાનદાર મળ્યા છે અને થિયેટરોની બહાર આવતા દર્શકો પણ તેના વખાણ કરતા થાકતા નથી.

Back to top button