અક્ષય કુમારે કર્યો મજેદાર ખુલાસો, ગુસ્સામાં ટ્વિંકલ ખન્ના શું કરે છે સાંભળીને રિતેશ દેશમુખ–જેનેલિયા પણ હસવા માંડ્યા

મુંબઈ, 22 જાન્યુઆરી 2026: બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર ટેલિવિઝન પર ફરી એકવાર કમબેક કરવા જઈ રહ્યા છે. તેઓ નવા રિયાલિટી શો ‘દ વ્હીલ ઓફ ફોર્ચ્યુન’ના હોસ્ટ તરીકે જોવા મળશે. શોના પહેલા એપિસોડમાં ભરપૂર મનોરંજન જોવા મળશે, જેમાં રિતેશ દેશમુખ, જેનેલિયા દેશમુખ અને શ્રેયસ તલપડે સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજર રહેશે. તાજેતરમાં રિલીઝ થયેલા પ્રોમોમાં અક્ષય કુમારે પોતાની પત્ની ટ્વિંકલ ખન્ના વિશે એક મજેદાર ખુલાસો કર્યો, જે સાંભળીને સૌ કોઈ હસી પડ્યા.
‘સોરી કહેતા શીખો’ – અક્ષયની મજાક
પ્રોમોની શરૂઆતમાં અક્ષય કુમાર રિતેશ દેશમુખને પૂછે છે, “તારા લગ્નને કેટલા વર્ષ થઈ ગયા?” તેના જવાબમાં રિતેશ કહે છે કે તેણે જેનેલિયાને 10 વર્ષ સુધી ડેટ કરી હતી અને તેમના લગ્નને 14 વર્ષ થઈ ગયા છે. ત્યારબાદ અક્ષય કહે છે કે તેમની તેના લગ્નન્ 25 વર્ષ થઈ ગયા છે અને તેથી પત્નીને “સોરી” કહેવું શીખવું જોઈએ. આ પર જેનેલિયા મજાકમાં કહે છે, “પણ રિતેશ તો સોરી દેશમુખ છે.”
ગુસ્સામાં ટ્વિંકલ શું કરે છે?
અક્ષય કુમારે પછી ટ્વિંકલ ખન્ના વિશે એક મજેદાર વાત શેર કરતા કહ્યું, “મારી પત્ની અલગ છે. જ્યારે મારી પત્ની મારા પર ગુસ્સે થાય છે… મને ક્યારે ખબર પડે છે? જ્યારે હું સુવા જાઉં છું. કારણ કે જ્યારે હું બેડ પર જાઉં છું, ત્યારે મારી સાઇડનો બેડ ભીનો હોય છે. એ પર પાણી છાંટેલું હોય છે.” અક્ષયની આ વાત સાંભળીને રિતેશ અને જેનેલિયા હસી પડ્યા અને રિતેશે તો અક્ષયને ગળે પણ લગાવ્યો.
અક્ષય–ટ્વિંકલની મજબૂત બોન્ડિંગ
અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાની શાદી 17 જાન્યુઆરી, 2001ના રોજ એક પ્રાઇવેટ સેરેમનીમાં થઈ હતી, જેમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રો હાજર હતા. તેમના પુત્ર આરવનો જન્મ 2002માં અને પુત્રી નિતારાનો જન્મ 2012માં થયો હતો. આ કપલ સોશિયલ મીડિયા પર અવારનવાર મજેદાર તસવીરો અને વીડિયોઝ શેર કરે છે, જેનાથી તેમની સુંદર અને મસ્ત બોન્ડિંગ ઝલકે છે.
અક્ષય કુમારના અપકમિંગ પ્રોજેક્ટ્સ
વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમારનો નવો રિયાલિટી શો ‘દ વ્હીલ ઓફ ફોર્ચ્યુન’ 27 જાન્યુઆરીએ રાત્રે 9 વાગ્યે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન અને સોની લિવ પર પ્રીમિયર થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત, અક્ષય પાસે પ્રિયદર્શની ફિલ્મ ‘ભૂત બંગલા’ પણ છે, જે 15 મે, 2026ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં પરેશ રાવલ અને વામિકા ગબ્બી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સાથે જ તેમની પાસે ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘હૈવાન’ જેવી ફિલ્મો પણ લાઇનમાં છે.












