મનોરંજન

એક્સ બોયફ્રેન્ડ સલમાનના ગુસ્સાનો શિકાર બની ઐશ્વર્યા રાય! કહ્યું- ‘તે મને મારતો હતો…’

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયનો આજે 49 જન્મદિવસ છે. તેને પોતાની કારકિર્દીમાં અવનવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિઓની સાથે તેના ભૂતકાળ સાથે જોડાયેલી એક ઘટના વિશે જણાવીએ. ઐશ્વર્યાએ પોતે જણાવ્યું હતું કે તેના પૂર્વ બોયફ્રેન્ડે તેને માર માર્યો હતો અને તે તેની સાથે હતી.

બચ્ચન પરિવારની પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચન આજે તો અભિષેક બચ્ચનની પત્ની છે અને આ કપલની એક આરાધ્યા નામની પુત્રી પણ છે. તમે કદાચ સાંભળ્યું જ હશે કે અભિષેક બચ્ચન સાથે લગ્ન પહેલા ઐશ્વર્યા ઘણા અભિનેતાને ડેટ કરી ચુકી છે, જેમાં વિવેક ઓબેરોય અને સલમાન ખાનના નામ જોડાયેલા છે. ચાહકોને સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની જોડી ખુબ જ પસંદ હતી. પરંતુ બંનેનું બ્રેકઅપ થઇ ગયુ અને કેહવાય છે કે સલમાન તેની ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા સાથે માર – પીટ કરતો હોવાથી તેમનું બ્રેકઅપ થયુ હતું.

સલમાન – ઐશ્વર્યાની લવસ્ટોરી
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની લવસ્ટોરી સંજય લીલા ભંસાલીની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમના સેટ પરથી શરુ થઇ હતી. ચાહકોને આ બંનેની લવ સ્ટોરી ખુબ જ પસંદ આવી હતી. કહેવાય છે કે ઐશ્વર્યા રાયના માતાપિતાને તેના આ સંબંધ પસંદ ન હતા છતા પણ તે તેઓની પરવાનગી વગર સંબંધ આગળ વધારી રહી હતી. ત્યારબાદ એવું થવા લાગ્યું જેના લીધે તે અને સલમાન અલગ થઇ ગયા.

સલમાન ખાનના ગુસ્સાનો શિકાર થઇ ઐશ્વર્યા રાય!
કહેવાય છે કે આ બંનેનો સંબંધ એટલે તૂટી ગયો કારણકે સલમાન ખાન માનસિક અને શારીરિક રીતે ઐશ્વર્યા રાયને હેરાન કરતો હતો, તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો. જોકે સલમાન ખાનએ આ વાતોને ક્યારે પણ સ્વીકારી નથી પરંતુ ઐશ્વર્યાએ જાહેરમાં એક ઈન્ટરવ્યુમાં, આ વિશે આશ્ચર્યજનક ખુલાસા કર્યા હતા તેણે જણાવ્યું હતું કે તે કઈ રીતે સલમાનના ગુસ્સાનો શિકાર બની ગઈ હતી.

તેણે જણાવ્યું, તે મને મારતો હતો, મારી સાથે..
2002માં, જયારે ઐશ્વર્યા અને સલમાનએ પોતાના સંબંધ પુરા કર્યા હતા, તે જ વર્ષમાં ઐશ્વર્યાએ એક ઈન્ટરવ્યુમાં પોતાના સલમાન સાથેના સંબંધ બાબતે વિસ્તાર પૂર્વક વાત કરી હતી. તેમાં તેણે જણાવ્યું હતુ કે, તેણે સલમાન સાથે બ્રેકઅપ કરી લીધું છે પરંતુ સલમાન આ વાતને સ્વીકારી નથી શકતો. સલમાન તેને ફોન કરીને આડી અવળી વાતો કર્તા સાથે જ શાહરુખ ખાનથી લઈને અભિષેક બચ્ચન સુધી તમામ અભિનેતા સાથે તેને સંબંધ હોવાનો તે આરોપ લગાવતો હતો.

ઐશ્વર્યાએ આ ઈન્ટરવ્યુમાં એવું પણ કહ્યું હતું કે સલમાન દારૂ પીને તેની સાથે દુરવ્યવહાર કરતો હતો, ગાળો આપતો હતો, હાથ પણ ઉઠાવતા હતા અને માનસિક ત્રાસ પણ આપતો હતો. સલમાન શારીરિક રીતે પણ તેની સાથે બળજબરી કરી હતી માટે જ ઐશ્વર્યાએ પોતાના સ્વમાન માટે સંબંધ પૂરો કર્યો હતો.

આ પણ વાંચોઅમદાવાદના રસ્તા પર જોવા મળ્યો કાર્તિક આર્યન, આ ફિલ્મના શુટિંગ માટે પહોંચ્યો ગુજરાત

Back to top button