ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

માત્ર 883 રૂપિયામાં હવાઈ મુસાફરી, આ એરલાઈન્સ આપી રહી છે શાનદાર ઑફર્સ, આ રીતે બુક કરો ટિકિટ

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 26 જૂન : હવાઈ મુસાફરી લગભગ દરેકનું સપનું હોય છે. પરંતુ આર્થિક રીતે તે બધાને પરવડતું નથી. પરંતુ હવે Tata આવા લોકો માટે સસ્તી હવાઈ મુસાફરીની ઓફર લઈને આવ્યું છે. ટાટાની બજેટ એરલાઈન, Air India Expressના ‘Biggest Ever Splash Sale’ હેઠળ, ગ્રાહકો સસ્તામાં હવાઈ મુસાફરી કરી શકે છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના નવા સેલ હેઠળ કંપનીની વેબસાઈટ અને એર ઈન્ડિયા એક્સપ્રેસ મોબાઈલ એપ (Air India Express mobile app) દ્વારા ડિસ્કાઉન્ટ સાથે ફ્લાઈટ બુકિંગ કરી શકાશે.

એર ઈન્ડિયા દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, 28 જૂન સુધી બુક કરાયેલા મુસાફરોએ 30 સપ્ટેમ્બર 2024 સુધી મુસાફરી કરવી પડશે. વેબસાઈટ અને એપ બંને દ્વારા બુકિંગ કરીને ગ્રાહકો Xpress Lite હેઠળ રૂ. 883ના પ્રારંભિક ભાડામાં ટિકિટ ખરીદી શકે છે. જ્યારે અન્ય બુકિંગ ચેનલો દ્વારા એક્સપ્રેસ વેલ્યુના ભાડા રૂ. 1,096 થી શરૂ થાય છે.

airindiaexpressની વેબસાઈટ દ્વારા બુકિંગ કરતી વખતે, ગ્રાહકોને ખાસ ડિસ્કાઉન્ટ સાથે તાજેતરમાં લૉન્ચ કરાયેલ ઝીરો ચેક-ઇન બેગેજ એક્સપ્રેસ લાઇટ ભાડાની વિશિષ્ટ ઍક્સેસ મળશે. Xpress Lite સાથે, ગ્રાહકો વધારાના 3 Kg કેબિન સામાનનો લાભ વિના શુલ્ક પણ મેળવી શકે છે. જ્યારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં 15Kg ચેક-ઈન બેગેજ 1000 રૂપિયામાં લઈ શકાય છે અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં 20Kg સામાન 1300 રૂપિયામાં લઈ જઈ શકે છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસના લોયલ્ટી સભ્યોને એરલાઈનની વેબસાઈટ પર રૂ. 100-400નું એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ, 8 ટકા NeuCoins સુધીના લાભો મળે છે. આ સિવાય બિઝનેસ અને પ્રાઇમ સીટ પર 50 ટકા ડિસ્કાઉન્ટ જેવી શાનદાર ઑફર્સ પણ ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે લોયલ્ટી સભ્યો ઉપરાંત વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, SMEs, ડૉક્ટરો અને નર્સો અને સૈન્યના કર્મચારીઓ અને તેમના આશ્રિતો કંપનીની વેબસાઈટ અને એપ પરથી વિશેષ ડિસ્કાઉન્ટ પર ટિકિટ બુક કરાવી શકે છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસની વાત કરીએ તો તે ટાટાની એરલાઈન એર ઈન્ડિયાની સબસિડિયરી કંપની છે. આ ઓછી કિંમતની એરલાઇન દરરોજ 380 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. કંપની હાલમાં 31 ડોમેસ્ટિક અને 14 ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેની ફ્લાઇટ્સ ઓપરેટ કરી રહી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ હાલમાં તેના કાફલામાં 75 એરક્રાફ્ટ ધરાવે છે, જેમાં 47 બોઇંગ 737 અને 28 એરબસ A320નો સમાવેશ થાય છે.

Back to top button