ટ્રેન્ડિંગનેશનલ

દેશના ટોચના શહેરોમાં હવાની ગુણવત્તા ભયજનક સપાટીએ, AQI 300ને પાર

Text To Speech

નવી દિલ્હી: મુંબઈ અને દિલ્હીમાં હવા ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. મુંબઈમાં એર ક્વૉલિટી ઈન્ડેક્સ (AQI) શુક્રવારે સવારે 10 વાગ્યે 300ને પાર કરી ગયો હતો. તેનો અર્થ એ કે તે ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. આ સિવાય રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સવારે 10 વાગ્યે 249 નોંધાયો હતો. એટલે કે રાજધાનીની હવા પણ ખરાબ સ્તરે પહોંચી ગઈ છે.  આ સિવાય દિલ્હી પાસે આવેલા નોઈડામાં AQI 208 અને ગુરુગ્રામમાં AQI 252 નોંધવામાં આવ્યો હતો. એટલે કે બંને શહેરોમાં હવાની ગુણવત્તા ભયજનક સપાટીએ છે

પંજાબ-હરિયાણામાં પરાળ સળગી

હરિયાણા અને પંજાબ સહિત દેશના ઉત્તરીય ભાગોમાં હજુ પણ પરાળ સળગાવવાનું ચાલુ છે. જેના કારણે દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં હવામાં સ્મોગ વધી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 2500થી વધુ પરાળ સળગાવવાના કેસ નોંધાયા છે. જો કે, છેલ્લા બે વર્ષની સરખામણીએ ખેતરમાં લાગેલી આગની સંખ્યા વધુ સારી છે. પંજાબ સરકારે રાજ્યમાં પરાળ સળગાવવાના કેસમાં ઘટાડો નોંધાવ્યો છે. આંકડાઓ જાહેર કરતા પંજાબ સરકારે કહ્યું કે 2022ની સરખામણીમાં 2023માં 15 સપ્ટેમ્બરથી 25 ઑક્ટોબર વચ્ચે પરાળ બાળવાના કેસમાં 53% નો ઘટાડો થયો છે.

હરિયાણા સરકારે અમેરિકન સ્પેસ એજન્સી NASAને ટાંકીને 25 અને 26 ઑક્ટોબરના બે નકશા જાહેર કર્યા. સીએમના ઓએસડી જવાહર યાદવે કહ્યું કે હરિયાણા કરતાં પંજાબમાં આગ લગાડવાના વધુ મામલા નોંધાયા છે. નાસાએ આ સંબંધિત ડેટા જાહેર કર્યો છે.

આ પણ વાંચો: દિલ્હી-NCRમાં હવાની ગુણવતા ખૂબ જ નબળી, 5 દિવસ રહેશે ધુમ્મસભર્યું વાતાવરણ

Back to top button