ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

એર ઈન્ડિયાએ તેલ અવીવની ફ્લાઈટ સેવાઓ સ્થગિત કરી, જુઓ ક્યાં કારણોસર લેવાયો નિર્ણય ?

Text To Speech

નવી દિલ્હી, 02 ઓગસ્ટ : ઈરાનમાં હમાસના ટોચના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમા પર છે. ઈરાને હાનિયાના મૃત્યુનો બદલો લેવા ઈઝરાયેલ પર હુમલો કરવાની ધમકી આપી છે. ઈઝરાયેલ હાઈ એલર્ટ પર છે. આવી સ્થિતિને જોતા ભારતીય એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાએ ભારત અને ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ વચ્ચે ચાલતી ફ્લાઈટ સેવાઓને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : રાજ્ય સરકારનો નિર્ણયઃ હવેથી PSI અને PIની આ પ્રકારે બદલી કરી શકાશે નહીં

એર ઈન્ડિયાએ 8મી ઓગસ્ટ સુધી સેવાઓ સ્થગિત કરી

એર ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘પશ્ચિમ એશિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે તેલ અવીવ માટે તાત્કાલિક અસરથી પ્રસ્તાવિત ઓપરેશનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. 8 ઓગસ્ટ, 2024 સુધી તેલ અવીવ જતી અને આવતી એરલાઇન્સને હાલ માટે સ્થગિત કરવામાં આવી છે. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, ‘જે મુસાફરોએ આ સમયગાળા દરમિયાન તેમની ટિકિટ બુક કરાવી છે, જો તેઓ ફરીથી ટિકિટ બુક કરશે તો તેમને એક વખતનું ડિસ્કાઉન્ટ અને કેન્સલેશન ચાર્જમાંથી રાહત આપવામાં આવશે. અમારા મુસાફરોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. વધુ માહિતી માટે તમે અમને 011-69329333 / 011-69329999 પર કૉલ કરી શકો છો.

હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર રોકેટ હુમલા પણ શરૂ કરી દીધા

ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમા પર છે. ઉલ્લેખનીય છે કે બુધવારે ઈરાનમાં હમાસના ટોચના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવામાં આવી હતી. હમાસે આ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું. તે જ સમયે ઈરાને ઈઝરાયેલને હુમલાની ધમકી પણ આપી હતી. જેના જવાબમાં ઈઝરાયેલે પણ કહ્યું છે કે તે ઈરાનને જડબાતોડ જવાબ આપશે. ઇસ્માઇલ હાનિયાના મૃત્યુના એક દિવસ પહેલા, લેબનોનના બેરૂતમાં ઇઝરાયલી હુમલામાં હિઝબુલ્લાના ટોચના કમાન્ડર માર્યા ગયા હતા. જેના પર હિઝબુલ્લાહે ઈઝરાયેલને બદલો લેવાની ધમકી પણ આપી છે. હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર રોકેટ હુમલા પણ શરૂ કરી દીધા છે.

આ પણ વાંચો : ભારે વરસાદ વચ્ચે પડ્યું હોર્ડિંગ: ઓટો ડ્રાઈવરે ભાગીને બચાવ્યો જીવ, જૂઓ વીડિયો

Back to top button