અમદાવાદગુજરાત

અમદાવાદઃ લાયસન્સ વગર ચાલતી ફટાકડાની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદ, 16 જૂનઃ અમદાવાદ જીલ્લાના દસકોઈ તાલુકાના ચાંદીયલ ગામની સીમમાં જિલ્લા SOG એ ગેરકાયદેસર ફટાકડા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. ત્યાં 1,93,250 ના મુદ્દામાલ સાથે 10 જેટલાં મજૂરો ફટાકડા બનાવવાનું કાર્ય કરી રહ્યા હતા. જેનાં માલિક ચિરાગ રાજેન્દ્રભાઈ પગીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ફટાકડા - HDNews

એક માસ પહેલા જગ્યા ભાડે રાખી હતી
પોલીસ સૂત્ર પ્રમાણે મળતી માહિતી મુજબ દસ્ક્રોઈ તાલુકાના ચાંદીયલ ગામની સીમમા આવેલી પ્રવિણભાઈ રામજીભાઈ નાઓની એન.એ કરેલ બ્લોક નંબર.૪૨ વાળી જમીન ચિરાગ રાજેન્દ્રભાઈ પગીએ એકાદ માસ પહેલા ભાડે રાખી હતી. ભાડે રાખનાર ચિરાગ પગી પાલૈયા ગાંધીનગર જિલ્લાનો વતની છે. જે ભાડા પર રાખેલી જમીનમાં પતરાની ઓરડીઓ તથા સેડ બનાવી ગેરકાયદેસર લાયસન્સ કે પરવાના વગર કાચુ જવલંતશીલ દારૂખાનું લાવી ફટાકડા બનાવવાની ફેક્ટરી ચલાવતો ચલાવતો હતો.

1,93,250/- નો મુદ્દામાલ મળી આવ્યો
અમદાવાદ ગ્રામ્ય એસઓજીને મળેલી બાતમી આધારીત તે જગ્યાએ રેડ કરતાં ચીરાગ રાજેન્દ્રભાઈ પગીની ભાડા પર રાખેલી જગ્યા ઉપરથી ફટાકડા બનાવવા માટે વપરાતું કાચુ દારૂખાનું તથા સલ્ફરના કોથળા, દોરાની રિલ. સોડા ખારના કોથળીઓ, માટીના પાઉડરના કોથળાઓ તેમજ એલ્યુમીનીયમ પાવડરના ડ્રમ તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ કિં.રૂ.1,93,250/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો

ફાયર સેફટી તથા લાયસન્સ વગર કરાતું હતું ઉત્પાદન
બનાવ અંગે SOG તપાસ અધિકારીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે અમને મળેલી વાતની આધારે જગ્યા ઉપર રેડ કરતા જાણવા મળ્યું કે ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવતી ફેક્ટરી પર 10 જેટલા મજુરો ભાડા વાળી જગ્યા પર રાખી લોકોના જીવ જોખમમાં મુકાય અને સળગી ઉઠે તેવા જવલંતશીલ પદાર્થ દારૂખાનું બેદરકારી રીતે ભરી રાખી ફાયર સેફટીના પુરેપુરા સાધનો વગર, લાયસન્સ પરવાના વગર ગેરકાયદેસર ફટાકડાનું ઉત્પાદન તથા વેચાણ કરાતું હતું. જેમાં કાચા દારૂખાનાનો મિક્સ પાવડર, સલ્ફર, સોડા ખાર પાવડર, માટી પાવડર, દોરાની રિલ, એલ્યુમિનિયમ પાઉડર, મિર્ચી બનાવેલા ફટાકડા, કાચા ફટાકડા, તેમજ 555 ફટાકડાના બોક્સ જેવું જવલંતશીલ દારૂખાનું મળી આવ્યું છે અને કબજે કરવામાં આવ્યું છે. અને કસુરવાર ઇસમ ચીરાગ રાજેન્દ્રભાઈ પગી વિરુધ્ધ કણભા પોલીસ સ્ટેશન ખાતે એક્સપ્લોઝીવ એક્ટ કલમ-9(બી)(1-બી) ઇ.પી.કો. કલમ-285, 286 મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સ્ક્રીન વગરનું લેપટોપ? વિશ્વાસ નથી? તો જૂઓ વીડિયોઃ જાણો કેવી રીતે કરે છે કામ

Back to top button