કુવૈત અગ્નિકાંડઃ 45 ભારતીયોના મૃતદેહ લઈને એરફોર્સનું વિમાન પહોંચ્યું કેરળ
- ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન 45 ભારતીય મજૂરોના મૃતદેહને લઈને કુવૈતથી કેરળના કોચી એરપોર્ટ પર લેન્ડ થયું છે. એરપોર્ટ પર મૃતદેહોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ત્યારપછી મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે
કેરળ, 14 જૂન: કુવૈત અગ્નિકાંડમાં માર્યા ગયેલા 45 ભારતીયોના મૃતદેહોને લઈને ઈન્ડિયન એરફોર્સ (IAF)નું વિમાન કેરળના કોચી એરપોર્ટ પર લેન્ડ થયું છે. કુવૈતના મંગાફ શહેરમાં એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં કુલ 45 ભારતીય નાગરિકોના મૃત્યુ થયા હતા. ભારતીય વાયુસેનાના C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટને જીવ ગુમાવનારા ભારતીયોના મૃતદેહોને પરત લાવવા માટે રવાના કરવામાં આવ્યું હતું, જે કોચીમાં ઉતર્યું છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પોતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા છે. અહીં કેટલાક મૃતદેહો ઉતાર્યા બાદ પ્લેન સાંજે 4 વાગ્યાની આસપાસ દિલ્હી પહોંચશે.
#WATCH | Ernakulam: Special IAF aircraft carrying the mortal remains of 45 Indian victims in the fire incident in Kuwait reaches Cochin International Airport.
(Source: CIAL) pic.twitter.com/d42RBDAVNz
— ANI (@ANI) June 14, 2024
મૃતકોમાં કેરળના નાગરિકોની સંખ્યા સૌથી વધુ
કુવૈત અગ્નિકાંડમાં માર્યા ગયેલા સૌથી વધુ 23 લોકો કેરળના નાગરિકો છે. આ પછી તમિલનાડુના 7 લોકો છે. આ સિવાય ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશના 3-3 નાગરિકો પણ માર્યા ગયા છે. આ આગને કારણે ઓડિશાના બે લોકોના પણ મૃત્યુ થયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, ઝારખંડ, બંગાળ, પંજાબ અને હરિયાણાના એક-એક નાગરિકનું મૃત્યુ થયું છે.
ક્યારે અને કેવી રીતે થયો અગ્નિકાંડ?
કુવૈતી મીડિયા અનુસાર, આગ રસોડામાં લાગી હતી, મોટાભાગના મૃત્યુ ધુમાડાને કારણે થયા હતા. અલ-અહમદી ગવર્નરેટના અધિકારીઓને 12 જૂન (બુધવાર)ના રોજ સવારે 4.30 વાગ્યે ઘટનાની જાણ કરવામાં આવી હતી. મતલબ કે આગ વહેલી સવારે જ્યારે લોકો ઊંઘમાં હતા ત્યારે લાગી હતી. કુવૈતી મીડિયા અનુસાર, બાંધકામ કંપની NBTC ગ્રૂપે 195 થી વધુ કામદારોને રહેવા માટે મકાન ભાડે આપ્યું હતું, જેમાંથી મોટાભાગના કેરળ, તમિલનાડુ અને ઉત્તરીય રાજ્યોના લોકો રહેતા હતા.
આ પણ વાંચો: રશિયન આર્મીમાં કામ કરતા ભારતીયોના મૃત્યુ બાદ ભારતનું કડક વલણ, મોટું પગલું ઉઠાવ્યું