ટ્રેન્ડિંગબિઝનેસ

AI Hiring મામલે ભારત નંબર 1, દુનિયામાં સૌથી તેજ 59.5% ગ્રોથ, LinkedIn રિપોર્ટમાં મોટો દાવો

AI Job Boom in India 2026: ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેક્ટર અત્યંત ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેની સાથે જ AI નિષ્ણાતોની માંગમાં પણ જબરદસ્ત વધારો થયો છે. લિંક્ડઈનના તાજેતરના રિપોર્ટ અનુસાર, ભારતમાં AI એન્જિનિયરિંગ જોબ પોસ્ટિંગમાં વાર્ષિક ધોરણે 59.5 ટકાનો વધારો નોંધાયો છે, જે વિશ્વના મુખ્ય બજારોમાં સૌથી ઝડપી વૃદ્ધિ છે.

હૈદરાબાદ અને વિજયવાડા જેવા શહેરો બન્યા નવા હબ

લિંક્ડઈન ‘AI લેબર માર્કેટ રિપોર્ટ 2026’ મુજબ, પહેલા જ્યાં AI નોકરીઓ માત્ર બેંગલુરુ જેવા મેટ્રો શહેરો પૂરતી મર્યાદિત હતી, હવે તે ટિયર-2 શહેરોમાં પણ ફેલાઈ રહી છે. હૈદરાબાદમાં AI હાયરિંગમાં 51 ટકા અને વિજયવાડામાં 45.5 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ દર્શાવે છે કે નાના શહેરોમાં પણ હવે AI ક્ષેત્રે નવી તકો ઉભી થઈ રહી છે.

મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 4 ગણો વધારો

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે માત્ર આઈટી જ નહીં, પણ મેન્યુફેક્ચરિંગ જેવા સેક્ટરમાં પણ AI એન્જિનિયરિંગ ટેલેન્ટમાં ચાર ગણો વધારો થયો છે. મોટી કંપનીઓ હવે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગવર્નન્સમાં ભારે રોકાણ કરી રહી છે. લિંક્ડઈન ઇન્ડિયાના એન્જિનિયરિંગ હેડ મલઈ લક્ષ્મણને જણાવ્યું કે, AI એજન્ટ્સ અને પ્રોડક્ટિવિટી ટૂલ્સ જેવી સ્કીલ્સ ધરાવતા એન્જિનિયર્સની માંગ સૌથી વધુ છે.

કઈ સ્કીલ્સની છે સૌથી વધુ માંગ?

હાલમાં માર્કેટમાં AI એજન્ટ્સ, Azure AI સ્ટુડિયો, ઇન્ટેલિજન્ટ એજન્ટ્સ અને ઓટોમેટેડ ફીચર એન્જિનિયરિંગ જેવી કુશળતા ધરાવતા પ્રોફેશનલ્સની શોધ થઈ રહી છે. નિષ્ણાતો સલાહ આપે છે કે જેઓ આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે, તેમણે પ્રેક્ટિકલ પ્રોજેક્ટ્સ અને રિયલ વર્લ્ડ AI એપ્લિકેશન પર વધુ ધ્યાન આપવું જોઈએ.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધારે હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી જોઈએ, humdekhenge.in કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ પણ વાંચોઃ ઉનાળાની આકરી ગરમીમાં પણ કૂલ લુક આપશે આ 5 પ્રકારની સાડીઓ, પરસેવાથી મળશે છૂટકારો

આ પણ વાંચોઃ સ્વાતિ માલીવાલ ભાજપમાં જોડાઈ, PM મોદીના વખાણ કરતા કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવ્યા

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button