અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ, બુધવારથી પાંચ દિવસ વરસાદી માહોલ

અમદાવાદ: અમદાવાદમાં મંગળવારે વહેલી સવારથી જ મકરબા, બોપલ, ઈસ્કોન ચાર રસ્તા, સેટેલાઈટ તથા ઘુમા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ગઇકાલે પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

સોમવારે અમદાવાદમાં છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા. મહત્તમ તાપમાન ૨૯.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૨.૩ ડિગ્રી ઓછું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા રહ્યું હતું. ગઇકાલે જ્યાં ઝાપટાં પડ્યા તેમાં મુખ્યત્વે બોપલ, જોધપુર, બોડકદેવ, વિરાટનગર, કઠવાડા, અસારવા અને કાલુપુરનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરમાં હજુ સુધી સીઝનનો સરેરાશ ૨૩.૮૨ ઈંચ સાથે ૬૬.૧૭ ટકા વરસાદ વરસ્યો છે. આજે સવારથી બપોર સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. બુધવારથી આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે, પરંતુ ભારે વરસાદની કોઈ સંભાવના નથી.

સોમવારે ગુજરાતના ૧૧૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં પંચમહાલના શહેરામાં સૌથી વધુ ૧.૧૦ ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે, પરંતુ ભારે વરસાદની સંભાવના ખૂબ ઓછી છે. રાજ્યમાં હજુ સુધી સીઝનનો ૭૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખે.

આ પણ વાંચો: ગૌતમ અદાણી માટે મોટી રાહત, અમેરિકન કોર્ટે લાંચ કેસ કર્યો રદ

Back to top button