અમદાવાદઃ વસંત વ્યાયામ શાળા ખાતે અખાડાની વિવિધ કરતબનું કરાયું આયોજન
અમદાવાદ, 16 જૂન, અમદાવાદની લાલ દરવાજા ખાતે પેઢી દર પેઢી ચાલતું આવતું એવું દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાકાલી ગ્રુપ-2 દ્વારા અખાડા કરતબનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ કરતબોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ખાસ કરીને 7 જુલાઈએ રાજ્યની અમદાવાદમાં સૌથી મોટી રથયાત્રા નીકળવા જઈ રહી છે જેમાં સમગ્ર અમદાવાદના રથયાત્રા રૂટ પર આવી અખાડા કરતબોનું પ્રદર્શન કરવામાં આવે છે. ત્યારે આ કરતબોમાં કેવા પ્રકારની કરતબોનો સમાવેશ થાય છે, તેમજ પહેલાના સમયમાં અને આધુનિક સમયમાં આવી કરતબોમાં કેવા ફેરફાર થયા છે. જાણીએ વિગતવાર!
અમદાવાદમાં કુલ 30 અખાડા કરતબનાં ગ્રુપ કાર્યરત
મહાકાલી અખાડા કરતબ સંચાલક નિરવ સોલંકી એચડી ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે, અમદાવાદમાં કુલ 30 અખાડા કરતબના ગ્રુપ છે. જેમાં અમારું 2 નંબરનું ગ્રુપ છે. આ કરતબ કરવાનો મુખ્ય હેતુ આજની પેઢીમાં અખાડા કરતા વિશે યુવાનોમાં જાગૃતિ ફેલાવવાનો છે. ખાસ કરીને આ કરતબોમાં લાકડી દાવ, ચક્કર દાવ, બરંડી દાવ, આગ, આંખમાં મેસ લગાવવી, તલવાર દાવ સહીતની કરતબોનો સમાવેશ થાય છે. સાથે આ કરતબનો મુખ્ય હેતુ ફિટનેસ સાચવવાનો જ્યારે આધુનિક સમયમાં લોકો ફિટનેસ સાચવવા માટે જીમ તરફ વળ્યા છે. પરંતુ પહેલાંના સમયમાં વર્ષો સુધી સમગ્ર ભારત દેશમાં ગામેગામ અખાડા કરતબ ચાલ્યું આવે છે. તમામ હિન્દી ફિલ્મોમાં પણ આ પ્રકારની કરતબો નિહાળી હશે.
100 થી વધુ યુવાનો દર વર્ષે ભાગ લેતા હોય છે
મહાકાલી અખાડા કરતબ ગ્રુપ 2માં પ્રદર્શન કરવા 100થી વધુ યુવાનો દર વર્ષે ભાગ લેતા હોય છે, અને આ વર્ષે પણ તમામ યુવાનોએ અખાડા કરતબનું પ્રદર્શન કર્યું હતું. આ કરતબ કરવાની પ્રેરણા યુવાનોમાં પૂર્વજો દ્વારા મળી છે. કારણ કે, પેઢી દર પેઢી આ પ્રથા ચાલતી આવે છે. આ યુવાનો અખાડા કરતબને પેશન તથા હોબી તરીકે કરે છે. જેમાંથી કમાણી કરવાનો કોઈ ઉદ્દેશ યુવાનોને હોતો નથી ખાસ કરીને આકર્ષક કરતબનું સવારે 10 થી 2 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું હતું, અને મોટાભાગના લોકો નિહાળવા આવ્યા હતા.
આ પણ વાંચો..અમદાવાદના અટલબ્રિજનો કાચ તૂટતા મુલાકાતીઓ પર જોખમ