ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં સ્કૂલવર્ધી વાહનચાલક એફિડેવિટ આપશે તો જ ફિટનેસ સર્ટી મળશે

Text To Speech
  • એફિડેવિટ નહીં આપનારને વાહનનું ફિટનેસ કરી અપાતું નથી
  • ફિટનેસ અને પરમિટની પ્રક્રિયા માટે ત્રણ મહિનાની સમય મર્યાદા વધારવા માગ
  • શહેરમાં 15 હજાર વાહન હોવાથી ફિટનેસની કામગીરી ઝડપી કરવા રજૂઆત

અમદાવાદમાં સ્કૂલવર્ધી વાહનચાલક એફિડેવિટ આપશે તો જ ફિટનેસ સર્ટી મળશે. જેમાં 20કિમીની સ્પીડે સ્કૂલવર્ધી વાહન ચલાવવાની એફિડેવિટ આપનારને જ ફિટનેસ સર્ટી મળશે. તેમાં સોમવારે નિયમોનો ભંગ કરતા વાહનો પરત કાઢતા ઘર્ષણના કિસ્સા બન્યા હતા. તેમજ અમદાવાદમાં 15 હજાર વાહન હોવાથી ફિટનેસની કામગીરી ઝડપી કરવા એસો.ની રજૂઆત છે.

આ પણ વાંચો: ગુજરાત: ક્રિકેટ સટ્ટાના રૂ.10 લાખની લાંચ કેસમાં ફરાર PI પટેલ હાજર થયા

એફિડેવિટ નહીં આપનારને વાહનનું ફિટનેસ કરી અપાતું નથી

ફિટનેસ માટે સમયમર્યાદા વધારવા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. રાજકોટની ઘટના બાદ RTO કચેરીઓમાં સ્કૂલવર્ધીના વાહનોની ફિટનેસની કામગીરીમાં નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. સોમવારે ઘણી RTOએ નિયમો ન જાળવતા વાહનો પરત કાઢતા વિવાદ વકર્યો હતો, ક્યાંક ઘર્ષણના કિસ્સા પણ બન્યા હતા, જેના કારણે સ્કૂલવર્ધી એસોસિએશનની ચિંતા વધી ગઈ છે.હાલ સ્કૂલવર્ધી વાહનચાલક 20 કિમીની સ્પીડે વાહન ચલાવવાની એફિડેવિટ રજૂ કરનારના જ RTOમાં ફિટનેસ કરી અપાય છે. એફિડેવિટ નહીં આપનારને વાહનનું ફિટનેસ કરી અપાતું નથી. સોમવારે આરટીઓ સાથે યોજાયેલી બેઠકમાં પણ ફિટનેસ સમય વધારી આપવા ફરીવાર રજૂઆત કરી હતી. એસોસિએશનને કહ્યું કે, અમદાવાદમાં 15 હજાર વાહનો હોવાથી ફિટનેસની કામગીરી ઝડપી કરવા એસોસીએશને રજૂઆત પણ કરી છે.

ફિટનેસ અને પરમિટની પ્રક્રિયા માટે ત્રણ મહિનાની સમય મર્યાદા વધારવા માગ

આ અંગે સ્કૂલ વર્ધી એસોસિએનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, સ્કૂલો શરૂ થાય તે પહેલાં સ્કૂલવર્ધીના વાહનમાં ફિટનેસ અને પરમિટની પ્રક્રિયા પૂરી કરાવવી પડે છે. જેના માટે ઇન્સ્યોરન્સ, પ્રાઇવેટમાંથી કોમર્શિયલ અને અન્ય ખર્ચા મળી અંદાજે 50 હજાર સુધીનો ખર્ચ થાય છે. જે ચાલકને પરવડે તેમ નથી. આથી ફિટનેસ અને પરમિટની પ્રક્રિયા માટે ત્રણ મહિનાની સમય મર્યાદા વધારી આપવા કમિશનર સમક્ષ માગ કરાઈ છે.

Back to top button