ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: AMCના આ નિર્ણયથી 1 લાખ જેટલા નાગરિકોને લાભ થશે

  • લોન મેળવવા, પાસપોર્ટ કઢાવવા સહિતની મુશ્કેલી નહી પડે
  • પુરાવાની ચકાસણી પછી ટેક્સ બિલોમાં નામ ઉમેરાશે
  • આ નિયમથી AMCને રૂપિયા 10 કરોડની આવક થશે

AMCની માલિકીના સ્ટાફ ક્વાર્ટર્સ, સ્ટાફ ક્વાર્ટર્સ, હેલ્થ ક્વાર્ટર્સ, EWS મકાનો, સહિત રહેણાંક મિલકતોના ટેક્સ બિલોમાં કબજેદાર તરીકે રહીશનું નામ દાખલ કરવામાં સરળતા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. AMCની માલિકીની રહેણાંકની મિલકતોમાં કબજેદાર તરીકે નામ ઉમેરવા માટે મિલક્તોના હાલના વપરાશકર્તા મૂળ કબજેદાર હોય અથવા મૂળ કબજેદારના સીધી લીટીના વારસદાર હોય અથવા વેચાણ કરારથી મિલકત ખરીદેલી હોય અને અત્યાર સુધીના બાકી પ્રોપર્ટી ટેક્ષની પૂરપૂરી રકમ ભરપાઈ કરી હોય તો તેઓએ કબજેદારમાં નામ ફેરફર કરવા માટે પુરાવા સાથે અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવ્યો

અરજી સાથે નિયત નમૂનામાં એફીડેવિટ જમા કરાવવાની રહેશે

અરજી સાથે નિયત નમૂનામાં એફીડેવિટ જમા કરાવવાની રહેશે. અરજી સાથે રજૂ કરેલા પુરાવાની ચકાસણી કરી, એલોટમેન્ટ સમયે જે લોક-ઇન પીરીયડ નક્કી થયેલા હોય તે લોક-ઇન પીરીયડ સમાપ્ત થયા પછી જ મિલકતોમાં કબ્જેદાર તરીકે નામ દાખલ કરી આપવામાં આવશે. શહેરમાં આ પ્રકારની એક લાખ જેટલી મિલકતોના રહીશો ટેક્સ ભરતા નથી અને તેના કારણે AMCને ટેક્સની આવક ગુમાવવી પડતી હોવાથી ટેસ બિલોમાં કબજેદાર તરીકે નામ ઉમેરવામાં સરળતા કરવાનો રેવન્યુ કમિટીમાં નિર્ણય લેવાયો છે અને તેના પરિણામે AMCને રૂ.10 કરોડની આવક થશે. મ્યુનિ. માલિકીની કોમર્શિયલ મિલકતો બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી.

આ પણ વાંચો: અમદાવાદ: એક જ દિવસમાં 3 લોકો સાથે રૂ.7 કરોડથી વધુની છેતરપિંડી

લોન મેળવવા, પાસપોર્ટ કઢાવવા સહિતની મુશ્કેલી નહી પડે

રેવન્યુ કમિટિ ચેરમેને જણાવ્યું હતું કે, હાલ ટેક્સ બિલોમાં કબજેદારના નામમાં સરળતાથી ફેરફાર થઈ શકતો ન હોવાથી અને ટેક્સ બિલોમાં નામ ચઢાવાયેલા ન હોવાને કારણે આ મકાનોમાં રહેતા લોકોને લોન મેળવવા, પાસપોર્ટ કઢાવવા સહિતની મુશ્કેલી પડે છે. આ હેતુસર ટેક્સ ભરપાઈ કરેલ હોય, મિલકતનો લોક ઈન પિરિયડ પૂરો થયો હોય, સીધી લીટીના વારસદાર તરીકેના પુરાવા સહિત નિયત એફિડેવિટ કરવાની રહેશે. કબજેદાર તરીકે નામ દાખલ થવાથી સામાન્ય નાગરિક ટેક્સ બીલનો સરકારી, અર્ધસરકારી, બેંકો, સ્કૂલ, કોલેજ એડમીશન તથા અન્ય જગ્યાએ પુરાવા તરીકે ઉપયોગ કરી શકશે.

Back to top button