અમદાવાદ: ચંડોળા ડિમોલેશનનો ત્રીજો દિવસ; જાણો કાર્યવાહી પાછળનું સૌથી મોટું કારણ?

1 મે 2025 અમદાવાદ: શહેરમાં ગુજરાતનું સૌથી મોટું ડિમોલેશન એવું મીની બાંગ્લાદેશ તરીકે જાણીતું થયું એવા વિસ્તારને બે દિવસની અંદર ધ્વસ્ત કરી દેવાયો ત્યારે આજે ત્રીજા દિવસે નાનાચંડોળા મિલતનગર રોડ પર ગની પથ્થર વાળાના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કામગીરી કરાઈ હતી. તેમજ લેબર કોલોની સહિતના 15 થી 20 જેટલા બાંધકામો સવારથી ડિમોલિશન કરવામાં આવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ડિમોલેશન કરાયેલો મોટાભાગનો કાટમાળ દૂર કરવામાં આવશે.
ચંડોળા તળાવ ડિમોલેશન કાર્યવાહીનું સૌથી મોટું કારણ
મળતી માહિતી મુજબ ચંડોળા તળાવની તમામ ગેરકાયદેસર બનેલી વસાહતનો માસ્ટરમાઈન્ડ લલ્લા બિહારીનાં સામ્રાજ્યને તોડી પાડ્યા બાદ તેની ધરપકડ કરી તેના પર કાયદાની મજબૂત કલમ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને બાંગ્લાદેશના તખતાપલટ પાછળ સૌથી મુખ્ય કારણ છે 2023માં અલકાયદાનાં પકડાયેલા 4 આતંકી છે. 2008માં થયેલ અમદાવાદ સીરીયલ બ્લાસ્ટ માલ કાયદાની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ લગભગ 15 વર્ષ પછી ફરી સક્રિય થયું હતું. ગુજરાતના યુવાનોને સંગઠનમાં જોડવા તેમજ ગુજરાતમાંથી પૈસા વિદેશ મોકલવા બાંગ્લાદેશથી અમદાવાદ મોકલાયેલા 4 આતંકી એટીએસએ ઝડપી લીધા હતા. આ ચારે બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે ભારતમાં ગુથણખોરી કરી બોગસ આઈડી પ્રૂફ બનાવી શહેરમાં રહેતા હતા. આ ચારેય આતંકીઓ વિશે NIAની તપાસ ચાલી રહી છે. ત્યારે બીજા આતંકવાદી પણ ઝંડોળાના કોઈના સંપર્કમાં રહેવા માંગતા હતા બાંગ્લાદેશે આતંકી સંગઠન જમાત ઉલ બાંગ્લાદેશ અમદાવાદ સહિત અલગ અલગ શહેરમાં સ્લીપર સેલથી કરવા માંગે છે જેના કારણે ચંડોળાના લોકોનો તેણે સંપર્ક કર્યો હતો.
ભારતના નાગરિકોને સરકાર મકાન આપશે
ત્રીજા દિવસના ડિમોલેશન વિશે મળતી માહિતી મુજબ ગની પથ્થર વાળા 10 નાની ઓરડીઓ બનાવી લેબર કોલોની બનાવી હતી. કોલોની ઉપરાંત કેટલીક દુકાનો અને ગોડાઉન પણ બનાવી દેવામાં આવ્યા હતા ગની પથ્થર વાળાનો દીકરો હુસેન પથ્થર વાળા જગ્યાનું સંચાલન કરતો હતો. દુકાનો અને ઓરડીઓ સહિત બાંધકામને આજે તોડી પાડવામાં આવ્યું છે. જોકે આ તમામ મામલે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમાર અને કોર્પોરેશન વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણ દ્વારા ટંડોળામાં જે ભારતીય નાગરિકો રહે છે તેમના મકાનો ન તોડવાને લઈને મુખ્યમંત્રી રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે એવા તમામ નાગરિકોને જે ભારતના નાગરિક છે તેમને ગરીબ આવાસ કલ્યાણ યોજના હેઠળ મકાન આપવામાં આવશે તેવું હાલ મુખ્યમંત્રી દ્વારા આશ્વાસન મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચંડોળા તળાવ ખાતેની સતત ચાલી રહેલી ત્રણ દિવસીય ડિમોલેશનની કાર્યવાહીમાં 4000 કાચાપાચા મકાનો અને ઝૂપડા તોડી પાડવામાં આવ્યા છે.












