અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મ

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 147 મી રથયાત્રા માટેની તૈયારીઓ પૂરજોશમાં

Text To Speech
  • રથનો શણગાર સજાવવાની તૈયારીઓ શરૂ

અમદાવાદ, 15 જૂન, આગામી જુલાઈ મહિનામાં યોજાનારી જગન્નાથની રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ ફરી એકવાર ‘જય હો જગન્નાથ‘ના નારા સાથે ગુંજી ઉઠવાનું છે. ખાસ ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીના રથનો શણગાર સજાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથના કલર કામ અને રથની ડિઝાઈનને અવનવા રંગો સાથે સજાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ભગવાનના રથની કોતરણીની ડીઝાઈનમાં અદભુત કલરના કોમ્બિનેશન

ભક્તો ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા બારેમાસ જાય છે,પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે. ત્યારે ભગવાન જગન્નાથજીની 147 મી રથયાત્રાની જગન્નાથ મંદિરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં રથયાત્રાને લઈને પૂરી તૈયારીઓ ચાલી રહીં છે. ખાસ તો ભગવાનના રથની કોતરણીની ડીઝાઈનમાં અદભુત કલરના કોમ્બિનેશન સાથે વિવિધ રંગો સાથે કલર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભગવાનના રથને અદભુત શણગાર અને અવનવા રંગોથી કલર કરી અને તૈયાર કરવાંમાં આવી રહ્યા છે. સાગના લાકડામાંથી બનેલા આ રથને દેશ વર્ષે એક જ કલર કામ કરતા કારીગર દ્વારા તૈયાર કરી સરસ કલર કરી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના 15 દિવસ પહેલા સંપૂર્ણ તૈયાર કરી રાખવામાં આવે છે.

7 જુલાઈ અષાઢી બીજે રથયાત્રા છે અને આ રથયાત્રામાં જગન્નાથ મંદિર ખાતે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અષાઢી બીજ રથયાત્રાના દિવસ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીના રથ નગરચર્યાએ નીકળશે. જેની તૈયારીઓ એક માસ પૂર્વે શરૂ કરી દેવામાં આવતી હોય છે. તેવામાં ભગવાન રથ એક વર્ષ અગાઉ જ સાગના લાકડામાંથી નવા બનાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, એ રથને નવી ડિઝાઇનમાં અવનવા રંગો સાથે કલર કરી અને સજાવવામાં આવ્યા છે. ભગવાન નગર ચર્યાએ નીકળશે ત્યારે રથ મારફતે સમગ્ર રૂટ પર ભક્તો તેમના દર્શનનો લાહવો કેવા માટે દર્શન કરવા ભગવાન ની રાહ જોવે છે.

આ પણ વાંચો..આજથી આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ, સૂર્યદેવ એક મહિનો મહેરબાન

Back to top button