ટ્રેન્ડિંગધર્મ

આજથી આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ, સૂર્યદેવ એક મહિનો મહેરબાન

Text To Speech
  • સૂર્યની મિથુન રાશિમાં હાજરીથી અનેક રાશિના જાતકોને ફાયદો થશે. જાણો કઈ રાશિ માટે સૂર્ય ગોચર લાભકારી રહેશે. કઈ રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ થવા જઈ રહ્યો છે?

ગ્રહોના રાજા સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ રીતે સૂર્યને એક રાશિ ચક્ર પૂરું કરવામાં લગભગ એક વર્ષનો સમય લાગે છે. જૂન મહિનામાં સૂર્ય બુધની રાશિ મિથુનમાં પ્રવેશ કરશે. સૂર્યનું મિથુન રાશિમાં ગોચર આજે 15 જૂનના રોજ વહેલી સવારે 4.27 વાગ્યે થઈ ચૂક્યું છે. આ રાશિમાં સૂર્ય 15 જુલાઈ સુધી એટલે કે એક મહિનો રહેશે. ત્યારબાદ તે કર્કમાં પ્રવેશ કરશે. સૂર્યની મિથુન રાશિમાં હાજરીથી અનેક રાશિના જાતકોને ફાયદો થશે. જાણો કઈ રાશિ માટે સૂર્ય ગોચર લાભકારી રહેશે. 15 જૂનથી કઈ રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ થવા જઈ રહ્યો છે?

આજથી આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ, સૂર્યદેવ એક મહિનો મહેરબાન hum dekhenge news

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે સૂર્ય ગોચરનો સમય કોઈ વરદાનથી ઉતરતો નથી. આ સમયગાળામાં વેપારીઓને ઉન્નતિ સાથે ધંધાનો વિસ્તાર કરવાનો પણ મોકો મળશે. નોકરિયાત જાતકોને પ્રમોશનના અવસર મળશે. રોજી-રોજગારની તલાશમાં લાગેલા લોકોને સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આધ્યાત્મમાં મન લાગશે.

સિંહ રાશિ

સિંહ રાશિના સ્વામી ગ્રહ સૂર્ય છે. સૂર્ય રાશિ પરિવર્તનનો લાભ સિંહ રાશિના જાતકોને મળશે. આ સમયગાળામાં તમને મનચાહી સફળતા મળશે. તમને મિત્રોનો સહયોગ પણ મળશે. સરકારી નોકરીની તૈયારી કરનાર જાતકોને સફળતા મળશે. ધનની આવક વધશે.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકોને આ સમયગાળો સૂર્ય સમાન નસીબ ચમકાવશે. તમે દરેક ક્ષેત્રમાં સફળતાની આશા રાખી શકો છો. નોકરી-વેપારમાં લાભ થશે. ધનલાભ થવાની શક્યતાઓ છે. તમને ઓછા પ્રયત્નોમાં સફળતા મળવાના સંકેત છે.

આ પણ વાંચોઃ જગન્નાથ મંદિરના છે અનેક રહસ્યો શું તમે ચાર દરવાજા વિશે જાણો છો?

Back to top button