ગુજરાત

ગુનેગારોને કંટ્રોલ કરી શકાય તે માટે અમદાવાદ પોલીસ રોડ પર ઉતરી, પોલીસ કમિશનર પોતે સંવેદનશીલ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું

Text To Speech

પોલીસ અને પ્રજા વચ્ચે વધી રહેલા અંતર તેમજ પોલીસના ડરના કારણે ગુનેગારો કંટ્રોલ કરી શકાય તે માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સહિત મોટા ભાગની પોલીસ મંગળવારે સાંજે શહેરના માર્ગો પર જોવા મળી હતી. પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં વાહન ચેકિંગ તેમજ સરપ્રાઈઝ ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું જેના કારણે શહેરમાં લોકોને પોલીસ રસ્તા પર હોવાથી પોતે સુરક્ષિત હોય તેવી લાગણી અનુભવી હતી. બીજી તરફ પોલીસના આટલા મોટા પ્રમાણમાં રસ્તા પર હોવાથી ગુનેગારો પણ ફફડી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. અમદાવાદ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીએ ખુદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં જઈને વાહન ચેકિંગ કર્યા હતા તેમજ શહેરની અન્ય પોલીસને પણ આમ કરવા માટે સૂચન કર્યા હતા.

Ahmedabad Police
બીજી તરફ સરપ્રાઈઝ ચેકીંગ અને લોકોની વચ્ચે પોલીસ હોવાથી લોકો પોતાને સુરક્ષિત માની રહ્યા હતા

અમદાવાદ શહેરમાં મંગળવારે સાંજે શહેરમાં દરેક ચાર રસ્તા પર વાહન ચેકીંગ તેમજ અન્ય ચેકીંગ હાથ ધરવમાં આવ્યું હતું.લોકો પણ આટલી બધી પોલીસ જોઈને નવાઈ પામી રહ્યા હતા.પણ આની પાછળ લોકોને પરેશાન કરવાનું કોઈ કારણ ન હતું પણ લોકો અને પોલીસ વચ્ચે અંતર ઘટે તેમજ પોલીસ લોકો સાથે અને લોકો વચ્ચે જ છે તે કરવા માટે પ્રયાસ કર્યો હતો.

Ahmedabad Police
આ અંગે શહેર પોલીસ કમિશનર અજય ચૌધરીએ જણાવ્યું કે ગુનેગારો પણ પોલીસ ફિલ્ડમાં વધુમાં વધુ હોય તો ડરતા રહે છે.

અમદાવાદ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી પણ શહેરના દરિયપુર, કાલુપુર અને સંવેદનશીલ વિસ્તરમાં સ્થાનિક પોલીસ સાથે જોડાયા હતાં જેના કારણે પોલીસ પણ ઉચ્ચ અધિકારી તેમની સાથે કામગીરી કરી રહ્યાં છે જોઈને ઉત્સાહિત હતા.બીજી તરફ સરપ્રાઈઝ ચેકીંગ અને લોકોની વચ્ચે પોલીસ હોવાથી લોકો પોતાને સુરક્ષિત માની રહ્યા હતા.આ અંગે શહેર પોલીસ કમિશનર અજય ચૌધરીએ જણાવ્યું કે ગુનેગારો પણ પોલીસ ફિલ્ડમાં વધુમાં વધુ હોય તો ડરતા રહે છે.બીજી તરફ લોકો પણ વિશ્વાસ અનુભવે છે કે પોલીસ છે તો તેઓ સુરક્ષિત છે .આગામી દિવસમાં પોલીસ અને લોકો વચ્ચે અંતર ઘટે તેવો પ્રયાસ કરવાના છીએ.

Back to top button