અમદાવાદ :બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માત અંગે PM મોદીએ શોક વ્યક્ત કર્યો, સહાયની જાહેરાત
અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો છે. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા અકસ્માતની ઘટના બની છે. આ ગંભીર અકસ્માતમાં 10 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. તેમજ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તેમજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માતમા 10 લોકોના મોત
પ્રાપ્ત વિગતો મુજબ કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટાહાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા,અને ચોટીલાથી પરત ફરતા બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતી. આ દરમિયાન અચાનક પંચર પડેલ ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા અક્સમાત સર્જાયો હતો. આ અકસ્મતમાં 10 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ગોઝારો અકસ્માત,ચોટીલા દર્શન કરીને પરત ફરી રહ્યા ત્યારે ટ્રકની પાછળ મીની ટ્રક ઘૂસી જતા 10 લોકોના ઘટનાસ્થળે મોત#Accident #accidentvideo #Bavla #Bagodara #BagodaraBavlaHighway #Highway #Dead #news #newsupdate #gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/1IIW3f9zE2
— Hum Dekhenge News (@humdekhengenews) August 11, 2023
તમામ લોકો કપડવંજના સુણદા ગામના રહેવાસી
આ અકસ્માતમાં મોતને ભેટનારા લોકો ખેડા જિલ્લાના કપડવંજના સુણદા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માતની આ ઘટનામાં એક જ પરિવારના 10 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં 5 મહિલા, ત્રણ બાળકો અને બે પુરુષોના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય લોકોની હાલત પણ ગંભર હોવાનું જાણવા મળી રહ્યું છે.જેથી મૃત્યુ આંક વધવાની શક્યતા છે.ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ લઇ જવા માટે તજવીજ હાથ ધરી છે.
આ ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર, PM મોદી સહિતના નેતાઓએ કર્યું ટ્વિટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમજ સહાયની જાહેરાત કરી છે. ત્યારે આ ઘટના અંગે pm મોદીએ પણ ટ્વિટ કર્યું છે. અને શોક વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી છે.
Pained by the road mishap on the Bavla – Bagodara highway in Ahmedabad district. Condolences to the bereaved families. May the injured recover soon. The local administration is providing all possible assistance to those affected.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF will be…
— PMO India (@PMOIndia) August 11, 2023
pm મોદીએ ટ્વિટ કરી દુ: ખ વ્યક્ત કર્યું
pm મોદીએ અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવે પર માર્ગ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર માર્ગ દુર્ઘટનાથી દુઃખી, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના, ઘાયલો જલદી સાજા થાય આ સાથે PMએ મૃતકોના પરિવારજનોને 2 લાખની અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. તમામને PMNRF માંથી સહાય આપવામા આવશે.
અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 11, 2023
અકસ્માતની ઘટના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું
બાવળા-બગોદરા હાઈવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે સર્જાયેલી અકસ્માતની દુર્ઘટના અત્યંત દુઃખદ અને હૃદય વિદારક છે.
પ્રભુ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સદ્દગતની આત્માઓને શાંતિ અને ઈજાગ્રસ્તોને ત્વરિતપણે સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ…🙏
— Harsh Sanghavi (@sanghaviharsh) August 11, 2023
ચોટીલા દર્શનાર્થે ગયેલ સુણદા ગામના પરિવારનો બાવળા-બગોદરા હાઈવે નજીક અકસ્માત થતાં ૧૦ લોકોનું ઘટના સ્થળે મૃત્યુ નીપજેલ છે
ભગવાન તેમની દિવંગત આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના..— Dr. Kuber Dindor (@kuberdindor) August 11, 2023
અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર થયેલા અકસ્માતના સમાચાર અત્યંત દુઃખદ છે.
પરમ કૃપાળુ પરમાત્મા દિવગંત આત્માઓને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેમજ અકસ્માતમાં ઘાયલો ઝડપથી સ્વસ્થ્ય થાય તેવી પ્રાર્થના કરું છું.
ૐ શાંતિ 🙏🏻
— Raghavji Patel (@RaghavjiPatel) August 11, 2023
બાવળા-બગોદરા હાઈવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે થયેલ ગમખ્વાર અકસ્માતના અત્યંત દુઃખદ સમાચાર પ્રાપ્ત થતાં ઘેરા શોકની લાગણી અનુભવું છું.
આ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલ દિવંગત આત્માઓને પ્રભુ પોતાના ચરણોમાં સ્થાન, પરિજનોને સહન શક્તિ અને ઇજાગ્રસ્તોને ત્વરિત સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે એજ…
— Bhanuben Babariya (@BhanubenMLA) August 11, 2023
અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પરના અકસ્માત દરમિયાન 10 લોકોના નિધનના સામાચાર અત્યંત દુ:ખદ છે
ભગવાન મૃતકોની આત્માને શાંતિ અર્પણ કરે તેમજ ઘાયલ લોકોને જલ્દીથી સ્વસ્થ કરે એવી પ્રાર્થના
ૐ શાંતિ 🌼
— Kanu Desai (@KanuDesai180) August 11, 2023
બાવળા-બગોદરા હાઈવે પર ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયેલ અકસ્માતની ઘટનાથી વ્યથિત છું.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને ઈશ્વર શાંતિ અને ઇજાગ્રસ્તોને ત્વરિત સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે એવી પ્રાર્થના.
સ્વર્ગસ્થ થયેલ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું.
ૐ…— Rushikesh Patel (@irushikeshpatel) August 11, 2023
બાવળા-બગોદરા હાઈવે પર ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયેલ અકસ્માતની ઘટનાથી વ્યથિત છું.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને ઈશ્વર શાંતિ અને ઇજાગ્રસ્તોને ત્વરિત સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે એવી પ્રાર્થના.
ૐ શાંતિ 🙏
— Purnesh Modi (@purneshmodi) August 11, 2023
આ પણ વાંચો : BREAKING : બાવળા બગોદરા નજીક ગોઝારો અકસ્માત, 10 વ્યક્તિના ઘટનાસ્થળે મોત