અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના અપડેટ: 132 મૃતકોના DNA મેચ થયા, 97 મૃતદેહો સોંપાયા

અમદાવાદ, 17 જૂન 2025: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને પાંચ દિવસ ઉપર થઈ ગયું છે. મંગળવાર આજે છઠ્ઠા દિવસ સુધીમાં સિવિલમાં 132 મૃતદેહોના DNA મેચ થઈ ગયા છે, સાથે જ અન્ય સેમ્પલની કાર્યવાહી સતત ચાલી રહી છે. જેના સેમ્પલ મેચ થયા છે. તેમાંથી 97 મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. 11 મૃતદેહો એવા છે, જેઓના પરિવારમાં એક કરતા વધુ લોકોના મૃત્યુ થયા છે. તેથી અન્ય રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહો સ્વીકારશે.
Summary Mortal remains
UPDATES UP TO :- 17/06/2025 , 9:07 A.M.
NO. OF DNA MATCH – 132
NO. OF RELATIVES CONTACTED- 131
NO. OF MORTAL RELEASED- 97
Mortal remains will be handed over soon.
— Rushikesh Patel (@irushikeshpatel) June 17, 2025
આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોતાના એક્સ હેન્ડલ પર સત્તાવાર જાણકારી આપતા જણાવ્યું છે કે, મંગળવાર સવારે 9.07 વાગ્યા સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 132 મૃતકોના ડીએનએ મેચ થઈ ચુક્યા છે. જે પૈકી 97 મૃતદેહો તેમના પરિવારોને સોંપી દેવામાં આવ્યા છે. જ્યારે બાકી રહેલા મૃતદેહોના ડીએનએ મેચ કરવાની કામગીરી સતત ચાલી રહી છે. જેમ જેમ સેમ્પલ મેચ થશે, તેમ પરિવારને મૃતદેહો સોંપવામાં આવશે.
આ પણ વાંચો: અમેરિકાથી મુંબઈ આવતી એર ઈંડિયાની ફ્લાઈટમાં ખામી સર્જાઈ, કોલકાતા એરપોર્ટ પર મુસાફરોને રઝળવાનો વારો આવ્યો












