ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમદાવાદ પ્લેન ક્રેશઃ “ડ્રીમલાઈનર પ્લેન સૌથી સુરક્ષિત” સંસદીય સમિતિ સમક્ષ જાણો કોણે કર્યો દાવો?

નવી દિલ્હીઃ 8 જુલાઈ, 2025: Air India Plane Crash: એર ઈન્ડિયાએ સંસદની પબ્લિક એકાઉન્ટ કમિટી (લોક લેખા સમિતિ-PAC)ને અમદાવાદ પ્લેન ક્રેશને લઈને પોતાનો જવાબ સોંપ્યો છે.  કંપનીએ બોઇંગ 787-8 ડ્રીમલાઇનરનો બચાવ કરતા કહ્યું કે, આ સૌથી સુરક્ષિત વિમાનોમાંથી એકછે.

વિમાન દુર્ઘટનાને લઈને એર-ઈન્ડિયાને પૂછ્યા સવાલ

સંસદની એક સમિતિએ સિવિલ એવિએશન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, એરલાઇન અને એરપોર્ટ અધિકારી સાથે ચર્ચા કરી. આ દરમિયાન અનેક સાંસદોએ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સંબંધિત સવાલ કર્યા અને પૂછ્યું કે, આ વિશે રિપોર્ટ ક્યારે તૈયાર કરવામાં આવશે?

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સભ્યોએ એપ્રિલમાં પહલગામ આંતકી હુમલા બાદ શ્રીનગરના હવાઈ ભાડામાં અચાનક વધારા વિશે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

સંસદીય સમિતિના કેટલાક સભ્યોએ બ્યુરો ઑફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) દ્વારા ઓડિટ કરાવવાની પણ માંગ કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલનની આગેવાની હેઠળની લોક લેખા સમિતિ (PAC)એ એર ઈન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર (MD) કેમ્પબેલ વિલ્સન સહિત એરલાઇનના ટોચના પ્રતિનિધિઓને મળ્યા હતા.

AAIB એ વિમાન દુર્ઘટના અંગે પ્રાથમિક અહેવાલ રજૂ કર્યો

સંસદીય સમિતિના કેટલાક સભ્યોએ 12 જૂને એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો અને એક સભ્યએ મંત્રાલયના અધિકારીઓ પાસેથી વિમાનના બ્લેક બોક્સનું વિશ્લેષણ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા વિશે જાણવાની માંગ કરી.

આ દરમિયાન, અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલા એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ મંગળવારે (8 જુલાઈ) નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પોતાનો પ્રાથમિક તપાસ અહેવાલ સુપરત કર્યો હતો. 12 જૂને અમદાવાદથી ટેકઑફ કર્યા પછી તરત જ લંડન ગેટવિક જતું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 241 લોકો અને હોસ્ટેલ તેમજ આસપાસના અન્ય 19 લોકોના મોત નિપજ્યા હતા.

AI171 ના CVR અને FDR બંને મળી આવ્યા હતા. આમાંથી પહેલું 13 જૂન, 2025ના રોજ અકસ્માત સ્થળે ઈમારતની છત પરથી અને બીજું 16 જૂન, 2025 ના રોજ કાટમાળમાંથી મળી આવ્યું હતું.

આ પણ વાંચોઃ પીએમ જન ધન યોજનાનાં બેંક ખાતાં અંગે નાણા મંત્રાલયની સ્પષ્ટતા

આ પણ વાંચોઃ ગુજરાત: બેંકના ATMમાં નાણા નહીં ભરી રૂપિયા 31.36 લાખની છેતરપિંડી કરાઇ

Back to top button