અમદાવાદટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આ તે કેવી નિયતી? ૩૭ વર્ષના અંતરાલમાં બે પ્લેનક્રેશમાં બે સ્વજન ગૂમાવ્યા

અમદાવાદ, તા. 21 જૂન, 2025: અમદાવાદમાં 12 જૂને એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ઘણા લોકોએ તેમના માતા-પિતા, બહેન, ભાઈ, સાસુ-સસરા ગુમાવ્યા હતા. અમદાવાદા ઉદ્યોગપતિ સૌરીન પાલખીવાલા માટે એર ઇન્ડિયા ફ્લાઇટ 171ના દુર્ઘટનાના સમાચારે તેમના જીવનની સૌથી પીડાદાયક યાદો તાજી કરી હતી. 1988માં અમદાવાદમાં થયેલી હવાઈ દુર્ઘટનામાં તેમણે તેમની બહેનના ભાવિ સસરાને ગુમાવ્યા હતા. 12 જૂને, તેમની 26 વર્ષીય પુત્રી સંજના દેશની સૌથી ભયાનક ઉડ્ડયન આપત્તિઓમાંની એકમાં મૃત્યુ પામેલા 241 મુસાફરોમાં સામેલ હતી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે,  સૌરીન પાલખીવાલાએ જણાવ્યું- જ્યારે મને AI 171 વિમાન દુર્ઘટનાના સમાચાર મળ્યા ત્યારે આઘાતથી હું સુન્ન થઈ ગયો હતો. મેં અગાઉ પણ આવા અકસ્માત જોયો હતો. હું જાણતો હતો કે મેં મારી પુત્રીને ગુમાવી દીધી છે અને મેં તેના માટે પ્રાર્થના કરી. હું ઓફિસથી ઘરે દોડી ગયો, મારી પત્ની સોનાલીને લીધી અને સિવિલ હોસ્પિટલ જવા રવાના થયો.  ભાવુક થઈને તેમણે કહ્યું 1988માં પણ હું ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ત્યારે તેમને જાણ થઈ હતી કે તેમની બહેનના ભાવિ સસરા, મર્ચન્ટ બેન્કર પ્રદીપ હરકિશનદાસ દલાલ ઇજાઓથી મૃત્યુ પામ્યા હતા.

Air India plane crash - HDNews

હવે, તેઓ પોતાની એકમાત્ર પુત્રી સંજનાને ગુમાવવાના દુઃખથી ભાંગી પડ્યા હતા. સંજના કોલેજના મિત્રો સાથે  યુકે જઈ રહી હતી.પાલખીવાલા પરિવારે જણાવ્યું કે ભગવાને તેમને મોડેથી સંતાન આપ્યું અને વહેલું પાછું લઈ લીધું. લગ્નના ૧૪ વર્ષ પછી સંજનાનો જન્મ થયો હતો. મારી પત્ની દેવી ગાયત્રીની પરમ ભક્ત છે અને જ્યારે સંજનાનો જન્મ થયો, ત્યારે અમે દૈવી ભેટ માટે આભારી હતા. તે એક તેજસ્વી વિદ્યાર્થી હતી. અમારું ઘર તેની યાદો અને અદ્ભુત ચિત્રોથી ભરેલું છે. પુણેથી BBA પૂર્ણ કર્યા પછી, તેણે ન્યુ યોર્ક યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટ ઓફ ટેકનોલોજીમાં માસ્ટર કર્યું હતું. તે તેના કોલેજના મિત્રો સાથે યુકે જઈ રહી હતી.

પરિવારે સંજનાના ટૂંકા જીવનના વિવિધ તબક્કાના અસંખ્ય ચિત્રોથી ઘરને શણગાર્યું છે, અને તેઓ તેના અકાળ મૃત્યુને સ્વીકારવાના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. દીકરી ગુમાવાના દુખથી વ્યથિત થઈ ઉઠેલા પિતાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, આ સમયને સ્વીકારવાનો એકમાત્ર રસ્તો ભગવાનની ઇચ્છા છે તેમ માનવું છે. આવી પરિસ્થિતિમાં આપણે કશું કરી શકતા નથી. હમણાં જ અમે તેની સગાઈનું આયોજન કરી રહ્યા હતા અને પછી તેના અંતિમ સંસ્કાર કર્યા અને બેસણું રાખ્યું.

સંજના વૈશ્વિક ફૂડની જાણકાર હતી અને ફૂડ સેકટરમાં બિઝનેસ શરૂ કરવા ઉત્સુક હતી. સંજનાની પિતરાઈ બહેન સલોની પાલખીવાલાએ જણાવ્યું કે, અમારી બંને વચ્ચે સારું બોન્ડિંગ હતું અને જોડિયા બહેનો જેવી હતી.. તેણે હમણાં જ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું અને ક્રિકેટનો આનંદ માણતી હતી. તે એક જીવંત વ્યક્તિ હતી. તેને નૃત્ય, વાંચન, ચિત્રકામ અને મુસાફરી ગમતી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદ વિમાન દુર્ઘટના: વોટ્સએપ પર અકસ્માતનું ખોટું કારણ વાયરલ, બ્લેક બોક્સની તપાસ ચાલુ

Back to top button