- 46 ગ્રાહકોને કુલ રૂ. 4.53 કરોડની લોન પાસ કરાવી હતી
- લેન્ડિંગકાર્ટ ફાઈનાન્સના બે કર્મીની મિલીભગતથી કરોડોનું કૌભાંડ
- નફો સારો મળશે કહીને ગઠીયાએ રોકાણના નામે 3.61 કરોડ પડાવ્યા
લેન્ડિંગકાર્ટ ફાઈનાન્સના બે કર્મીઓએ તેમના મહારાષ્ટ્રના પાંચ સાગરીતો સાથે મળીને ખોટા ડોક્યુમેન્ટના આધારે ફાઈનાન્સમાંથી 46 ગ્રાહકોને રૂ.4.53 કરોડની લોન અપાવી હોવાનું સામે આવ્યુ છે. લોનની 30 ટકા રકમ ગ્રાહકોને આપીને આરોપીઓ બાકીની રકમનો ભાગ પાડી દેતા હોવાનું તપાસમાં સામે આવ્યુ છે.
આ પણ વાંચો: ગુજરાત: એક હોટલનો રૂમબોય કૌભાંડોથી બન્યો કરોડપતિ
46 ગ્રાહકોને કુલ રૂ. 4.53 કરોડની લોન પાસ કરાવી હતી
આ અંગે ફાઈનાન્સ કંપનીના લિગલ હેડએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 4.53 કરોડ રૂપિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. લેન્ડિંગકાર્ટ ફાઈનાન્સ લિમિટેડ કંપનીમાં લીગલ હેડએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ફાઈનાન્સ કંપનીના કર્મી સાહિલ ભદોરિયા, હર્શલ પરીખ, મહારાષ્ટ્રના વિક્રાંત મંજાબાપુ ભગત, સમીર ઇસ્માઇલ મહાત, પ્રવિણ જાધવ, વિકાસ સસ્તે અને જનાર્દન ભેગા મળીને ડોક્યુમેન્ટ સાથે ચેડાં કરીને 46 ગ્રાહકોને કુલ રૂ. 4.53 કરોડની લોન પાસ કરાવી હતી. જેમાં આરોપીઓ લોન લેનાર ગ્રાહકોને લોનની 30 ટકા રકમ આપી દઇને બાકીની રકમના ભાગ પાડતા હતા.
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવ્યો
ધંધામાં રૂપિયા રોકાણ કરશો તો તેની સામે નફો સારો મળશે
નવરંગપુરામાં રહેતા નેહલ સુબોધચંદ્ર શાહ DRS વેલ્થ ઇન નામથી ઓફિસ ધરાવી ઇન્સ્યોરન્સને લગતુ કામકાજ કરીને પરિવારનું ગુજરાન કરે છે. વર્ષ 2021માં મયુર હસમુખભાઇ રાવલ સાથે નેહલને તેમના ભાણીયાની ઓફિસમાં સંપર્ક થયો હતો. મયુરે એક દિવસ નેહલને ફોન કરીને તેના ધંધામાં રૂપિયા રોકાણ કરશો તો તેની સામે નફો સારો મળશે તેમ કહીને વિશ્વાસ કેળવ્યો હતો. આથી નેહલભાઇ સહિત તેમના સગાસંબંધીઓએ ભેગા મળીને 3.61 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યુ હતુ.
કેનેડાની સસ્તા ભાવમાં ટિકિટ કરી આપવાનું કહ્યું
ઉમરેઠમાં રહેતા મુકેશભાઇ શાહ અને તેમના પરિવાર સભ્યોને કેનેડા ખાતે જવાનુ હોવાથી આવવા જવાની ટિકિટ બુક કરાવી હતી. આ દરમ્યાન મુકેશભાઇને તેમના મિત્ર થકી આંબાવાડીમાં ગ્રેસીયસ હોલી ડેના માલિક નિરલ ઉર્ફે જીમી પારેખે કેનેડાની સસ્તા ભાવમાં ટિકિટ કરી આપવાનું કહીને 8 વ્યકિતના કુલ 15.96 લાખ પડાવીં નિરલ રફૂચક્કર થઈ ગયો હતો.