અમદાવાદ: કચ્છથી પાકિસ્તાન માટે જાસુસી કરનાર ઇસમની ધરપકડ; પાક.ને BSF, નેવીનાં પ્રોજેક્ટના ફોટા, વિડીયો મોકલતો

24 મે 2025 અમદાવાદ: ગુજરાતના કચ્છ જિલ્લાના દયાપર ખાતેથી પાકિસ્તાન માટે જાસુસી કરતા ઈસમની ગુજરાત ATSએ ધરપકડ કરી લીધી છે જેના ઇનપુટ એક PSI અધિકારીને મળી આવ્યા હતા. તે પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતો ઝડપાયો છે જેમાં પાકિસ્તાનને બીએસએફ અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વિડિયો મોકલતો હોવાનું સામે આવ્યું છે.
સહદેવસિંહ ગોહિલની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ
ATS અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાન માટે જાસુસી કરતા સહદેવસિંહ ગોહિલ નામના વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરી લેવામાં આવી છે. ખાસ કરીને આ મામલે યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા જેવો જ પાકિસ્તાન માટે જાસૂસીનાં કેસનો પર્દાફાશ આજે થવા પામ્યો છે. પકડાયેલો ઇસમ કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટી પર્પસ હેલ્થ વર્કર તરીકે કાર્યરત હતો. આ ઈસમ કચ્છના માતાના મઢમાં હંગામી હેલ્થ વર્કર તરીકે કામ કરતો તેમજ પાકિસ્તાન માટે જાસુસી કરનારને લખપતના દયાપર કોટના જજ રજા પર હોવાથી અબસાડાના નલિયા ખાતેની કોર્ટમાં આજે બપોરે રજૂ કરવા માટે ગુજરાત એટીએસ અમદાવાદ ખાતેથી રવાના કરવામાં આવ્યો છે
PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા જાસુસની ધરપકડ
અત્રે મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદી 26 અને 27 મેના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસ ઉપર છે. અને આ બે દિવસના કાર્યક્રમ દરમિયાન કચ્છમાં પણ વિવિધ જગ્યાઓ જેવી કે માતાના મઢ ભુજ અને નલિયા એરફોર્સની મુલાકાત લેવાના છે. સાથે 27મીએ ભુજના મીરઝાપુર રોડ પર જાહેર સભાને સંબોધન તેમજ ભુજમાં રોડ શો કરવાના છે તેવા સમયે આવા જાસુસને પકડી પાડવોએ ખૂબ જ મહત્વનું ગણી શકાય સાથે એટીએસ દ્વારા તાત્કાલિક ધોરણે વધુ પૂછપરછ કરી સંભવિતો ઉપર નજર રાખવામાં આવી રહી છે.












