ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: ફરજ દરમિયાન નશામાં ધૂત PSI ઝડપાયો, જાણો શું થઇ કાર્યવાહી

  • નારોલ સર્કલ નજીક પીધેલી હાલમાં ફરજ પર ઝડપી લેવાયા
  • ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
  • PSI જયેન્દ્ર વીરપુરા નશાની હાલતમાં ઝડપાયા

અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગના એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે રાત્રે નારોલ સર્કલ નજીક પીધેલી હાલમાં ફરજ પર ઝડપી લેવાયા હતા. હાલ, જયેન્દ્ર વીરપુરા નામના આ PSIની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોડી રાત્રે પીધેલી હાલતમાં ફરજ પરથી ઝડપાયા

કે ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા PSI જયેન્દ્ર વીરપુરા મોડી રાત્રે પીધેલી હાલતમાં ફરજ પરથી ઝડપાયા હતા. તેઓ નારોલ સર્કલ પર ફરજ પર હતા. આ દરમિયાન એક સ્થાનિક રહેવાસીએ નોંધ્યું કે, તે ખૂબ જ નશામાં હોય અને અયોગ્ય વર્તન કરી રહ્યા હતા. PSI નશાની હાલતમાં હોવાની શંકા જતા સ્થાનિકોએ તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

PSI જયેન્દ્ર વીરપુરા નશાની હાલતમાં ઝડપાયા

કંટ્રોલ રૂમને આ વિશે માહિતી મળતાની સાથે જ PCR વાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. સ્થળ પર પહોંચેલી ટીમે પ્રાથમિક પૂછપરછ બાદ પુષ્ટિ કરી કે, ફરજ પર હોવા છતાં PSI જયેન્દ્ર વીરપુરા નશાની હાલતમાં ઝડપાયા છે.

ધરપકડ કરી દારૂના નશાની પુષ્ટિ માટે મેડિકલ તપાસમાં લઈ જવાયા

ત્યારબાદ સમગ્ર ઘટના વિશે નારોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી અને PSI વીરપુરા વિરુદ્ધ ગુજરાત પ્રતિબંધ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. હાલ, તેમની ધરપકડ કરી દારૂના નશાની પુષ્ટિ માટે મેડિકલ તપાસમાં લઈ જવાયા છે.

આ પણ વાંચો: ગુજરાત: યુવકની આત્મા હોસ્પિટલમાં ભટકે છે કહી પરિજનો ભૂવો લઈ આવ્યા અને પછી…

Back to top button