ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: રિડેવલપમેન્ટના બહાના હેઠળ રહેણાંકમાં કોમર્શિયલ બાંધકામ થતાં વિવાદ શરૂ

વસ્ત્રાપુરમાં રિડેવલપમેન્ટના બહાના હેઠળ રહેણાંકમાં કોમર્શિયલ સામે HCમાં અરજી કરવામાં આવી છે. જેમાં શિવાલિક બિલ્ડર, હાઉસિંગના સ્થાપિત હિતોનો આક્ષેપ છે. તથા આનંદ વિહાર એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટ સામે ખંડપીઠ સમક્ષ અપીલ કરવામાં આવી છે. તેમજ હવે ચાર માળમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ શરુ કરવાનુ નક્કી કરાયુ છે.

આ પણ વાંચો: GST પોર્ટલ પર નવી સુવિધા શરૂ, વેપારીઓને થઇ મોટી રાહત

આ કેસમાં અપાયેલી વચગાળાની રાહત અરજદાર પુરતી ચાલુ રહેશે

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટી આનંદ વિહારના રિડેવલપમેન્ટની મંજૂરી માટે હાઈકોર્ટના સિંગલ જજે આપેલા ચુકાદા સામે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠમાં અરજી કરાઈ છે. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, આ કેસમાં અપાયેલી વચગાળાની રાહત અરજદાર પુરતી ચાલુ રહેશે. આ કેસની વધુ સુનાવણી 18 જાન્યુઆરીએ હાથ ધરાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં આરોગ્ય સેવાઓનું પણ ડિજિટલાઈઝેશન, જાણો શું થશે દર્દીઓને ફાયદો

રિડેવલપમેન્ટ માટેની આ સ્કીમમાં રહેણાંક મકાનોની જ વાત કરેલી

અરજદારના વકીલ રાજેશ ચકવાવાલાની રજૂઆત હતી કે એક તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડ (જીએચબી) કહે છે કે, કોમર્શિયલ પ્રવૃત્તિ કરો નહીં અને બીજી તરફ તે રિડેવલપમેન્ટના નામે ડેવલપર્સને કોમર્શિયલની પ્રવૃત્તિ માટે મંજૂરી આપે છે. હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને શિવાલિક બિલ્ડર ભેગા મળીને રિડેવલપમેન્ટના નામે તેમના સ્થાપિત હિતોને સાધવા માગે છે. હાઉસિંગ બોર્ડે તેની રિડેવલપમેન્ટ માટેની આ સ્કીમમાં રહેણાંક મકાનોની જ વાત કરેલી, તેમાં ક્યાંય પણ કોમર્શિયલ પ્રવૃત્તિઓનો ઉલ્લેખ જ ન હતો. હવે ચાર માળમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ શરુ કરવાનુ નક્કી કરાયુ છે.

આ પણ વાંચો: અમદાવાદ-કચ્છમાં ITના એક સાથે દરોડા, 100 જેટલા અધિકારીઓ સર્ચમાં જોડાયા

હવે આ કેસની વધુ સુનાવણી 18 જાન્યુઆરીએ હાથ ધરાશે

જીએચબીની રજૂઆત હતી કે 132 ફ્લેટની આ સ્કીમમાં માત્ર આ એક અરજદાર જ વિરોધ કરે છે. રિડેવલપમેન્ટ માટે તૈયાર થયેલા મકાન માલિકોને ટ્રાન્ઝિક્ટ એલાઉન્સ, વૈકલ્પિક રહેવાની સુવિધા, દર મહિને રૂ.15 થી 20 હજાર ભાડુ અપાય છે. 90 ટકાએ આ સુવિધા સ્વીકારી છે અને ઘર ખાલી કર્યા છે. અરજદાર ઈચ્છે તો તેને પણ આપીશું. 40 વર્ષ જુની આ સોસાયટીમાં રસ્તા, ડ્રેનેજ લાઈન, જર્જરિત મકાન સહિતના અનેક પ્રશ્નો હતા. જેથી, સોસાયટીના રહીશો વર્ષ 2018માં રિડેવલપમેન્ટમાં જવાનો નિર્ણય કરીને જીએચબીને જાણ કરેલી. કેટલાક સભ્યોએ વિરોધ કરતા આ મુદ્દો વર્ષ 2020માં હાઈકોર્ટમાં પહોંચેલો. તેમાં હવે આ કેસની વધુ સુનાવણી 18 જાન્યુઆરીએ હાથ ધરાશે.

Back to top button