ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ શહેરની હવા થઈ વધુ પ્રદૂષિત, જાણો કયા વિસ્તારમાં કેટલો AQI

Text To Speech
  • ગ્યાસપુર વિસ્તારમાં હવા વધુ પ્રદુષિત નોંધાઈ
  • ઠંડી અને દિવાળીમાં ફટાકડાનાં ધુમાડાના કારણે પ્રદૂષણ વધ્યું
  • વાયુ પ્રદૂષણમાં વધારો થતા જાહેર આરોગ્યના જોખમો વધે છે

અમદાવાદ શહેરની હવા વધુ પ્રદૂષિત થઇ છે. તેમાં દિવાળીના પર્વના બીજા દિવસે પ્રદૂષણ વધ્યુ છે. જેમાં સેટેલાઈટમાં AQI 202, મણિનગરમાં AQI 199, રખિયાલમાં 183 AQI, કઠવાડામાં 200 AQI છે. ખાસ કરીને બાળકો, મોટી ઉંમરના અન્ય લોકો જેઓ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરતા તેમના પર તેની અસર પડે છે. આથી જ્યારે વાયુ પ્રદૂષણમાં સતત વધારો થાય ત્યારે વહીવટીતંત્ર દ્વારા નિર્ણાયાત્મક પગલા લેવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાત: કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં લાગી આગ

ગ્યાસપુર વિસ્તારમાં હવા વધુ પ્રદુષિત નોંધાઈ

ઉલ્લેખનીય છે ગ્યાસપુરમાં સૌથી વધુ પ્રદૂષણ છે. જેમાં AQI 206 પર પહોંચ્યો છે. તેમજ સાથે જ બોડકદેવમાં AQI 177, ઉસ્માનપુરામાં AQI 183 રહ્યો છે. ફટાકડાના કારણે સામાન્ય દિવસો કરતા પ્રદૂષણ વધ્યુ છે. ફટાકડાના કારણે સામાન્ય દિવસો કરતા પ્રદૂષણ વધ્યુ છે. તેથી શહેરની હવા વધુ પ્રદુષિત થઈ છે. તેમજ ગ્યાસપુર વિસ્તારમાં હવા વધુ પ્રદુષિત નોંધાઈ ત્યાં AQI 206 નોંધાયો છે. તથા ઠંડી અને દિવાળીમાં ફટાકડાનાં ધુમાડાના કારણે શહેરમાં પ્રદૂષણ વધ્યું છે.

રાજધાની દિલ્હીમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ 500થી વધુ નોંધાયો

દેશની રાજધાની દિલ્હીમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ 500થી વધુ નોંધાયો હતો. જ્યારે અમદાવાદ આ બાબતમાં પણ દિલ્હીને માત આપવા આગળ વધી રહ્યું છે. અગાઉ શહેર ચાર વિસ્તારોમાંથી બે વિસ્તારોમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ 300ને પાર થઇ ગયો છે, જ્યારે અન્ય બે વિસ્તારોમાં AQI સ્તર 200 જોવા મળ્યું હતુ. એર ક્વૉલિટીનું સ્તર જે તે પ્રદેશમાં હવામાં રહેલા પ્રદૂષકોના માપ પર આધારિત નક્કી કરવામાં આવે છે. વાયુ પ્રદૂષણમાં વધારો થતા જાહેર આરોગ્યના જોખમો વધે છે.

Back to top button