અમદાવાદ: RTO મેમોની લિંક આવે તો ચેતી જજો, ખોલતા મોબાઇલ હેક અને ખાતામાંથી રૂ.1.42 લાખ ઉપડી ગયા

- વોટ્સએપ એપ્લીકેશનમાં એક અજાણ્યા નંબરથી આરટીઓ ચલણની એપીકે ફાઇલ આવી
- આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
- લિંક ખોલતાની સાથે જ ફોન હેક થઇ ગયો હતો અને કોલ ફોરવડિંગ થવા લાગ્યા
અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા યુવકના મિત્રના મોબાઇલમાં આરીઓ ચલણની ફાઇલ આવી હતી તેના મોબાઇલમાં ડાઉનલોડ ના થતાં યુવકે પોતાના મોબાલમાં લિંક ખોલી હતી. જો કે ફાઇલ ઓપન થતાંની સાથે જ મોબાઇલ હેક થઇ ગયો હતો. યુવકે મોબાઇલ સ્વીચ ઓફ કરીને ફરીથી મોબાઇલ સ્ટાર્ટ કરતાંની સાથે જ ગણતરીની મીનીટોમાં બેન્ક ખાતામાંથી રૂપિયા ૧.૪૨ લાખ ઉપડી ગયા હતા.
આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મિત્રના ફોનમાં આરટીઓ ચણલની એપીકે નામની ફાઇલના ખૂલતા યુવકે પોતાના મોબાઇલમાં ખોલી તો કોલ ફોરવિંડ થવા લાગ્યા ફોન બંધ કરીને ચાલું કરતા ખાતું ખાલી થયુ ગયુ હતુ. કૃષ્ણનગર રહેતા યુવકે અજાણ્યા શખ્સ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૫ ઓગસ્ટે રાતે યુવક તેમના મિત્રના ઘરે હાજર હતો. ત્યારે મિત્રના મોબાઇલ ઉપર વોટ્સએપ એપ્લીકેશનમાં એક અજાણ્યા નંબરથી આરટીઓ ચલણની એપીકે ફાઇલ આવી હતી. જેથી તેણે ફાઇલ મોબાઇલ ફોનમાં ખોલવા પ્રયાસ કરતાં કરતા ખુલી ન હતી.
ક્રેડિટ કાર્ડમાંથી ટુકડે ટુકડે કુલ રૂરિયા ૧,૪૨, ૪૩૦ ઉપડી ગયા
મિત્રએ ફરિયાદીને કહ્યુ કે હું તારા ફોનમાં મોકલું તું ખોલવાનો પ્રયત્ન કરજે તેવુ કહેતા જેથી મિત્રએ તે મેસેજ યુવકને મોકલી આપ્યો હતો. એપીકે ફાઇલ ખોલતા જ તેમાં આરટીઓનું ચલણ હશે તેમ જણાયું હતું લિંક ખોલતાની સાથે જ ફોન હેક થઇ ગયો હતો અને કોલ ફોરવડિંગ થવા લાગ્યા હતા. જેથી મોબાઇલનું ઇન્ટરનેટ બંધ કર્યું હતું. આ દરમિયાન તેમના ક્રેડિટ કાર્ડમાંથી ટુકડે ટુકડે કુલ રૂરિયા ૧,૪૨, ૪૩૦ ઉપડી ગયા હતા.
આ પણ વાંચો: અમદાવાદ: શહેરના તમામ 48 વોર્ડમાં બેસ્ટ સફાઈ કામદાર સ્પર્ધા યોજી ખાસ ઈન્સેન્ટીવ અપાશે












