કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

કૃષિમંત્રી રાઘવજીને હોસ્પિટલમાંથી રજા અપાઈ, બ્રેઇન સ્ટ્રોક આવતા સારવાર હેઠળ હતા

Text To Speech

રાજકોટ, 29 ફેબ્રુઆરી 2024, ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટની એક હોસ્પિટલમાં 19 દિવસ સારવાર ચાલી રહી હતી. તેઓ સ્વસ્થ થઇ જતા આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલીક પહેલા જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

જામનગરમાં કાર્યક્રમ દરમિયાન સ્ટ્રોક આવ્યો હતો
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, કૃષી મંત્રી રાઘવજીને 10મી તારીખે રાતે જામનગરમાં એક કાર્યક્રમમાં હતા તે દરમિયાન સ્ટ્રોક આવ્યો હતો. જેથી તેમને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ડોક્ટરે વધુમાં જણાવ્યુ કે, તેમને મેજર બ્રેઇન સ્ટ્રોક હતો. જેથી તેની અસર હતી. આઇસીયુમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વિવિધ ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી.

તબિયત સ્થિર થતા ડિસચાર્જ કરવામાં આવ્યા
હવે તેમની તબિયત સ્થિર થતા તેમને ડિસચાર્જ કરવામાં આવ્યા છે.રાઘવજી પટેલને દાખલ કર્યા બાદ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતુ કે, રાઘવજી પટેલ હાલ સ્વસ્થ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ સવારે ડોક્ટર જોડે વાત કરી હતી. રાઘવજીભાઈ એક લડાયક નેતા છે. લાખો લોકોના આશીર્વાદ તેમના ઉપર છે. ગુજરાતના ખૂણે ખૂણેથી તેમના સ્વસ્થ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃગુજરાતમાં ત્રણ વર્ષમાં મેડિકલમાં U.G.ની 8500 અને P.G.ની 3700 બેઠક ઉપલબ્ધ થશે

Back to top button