ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રીલ બનાવતી વખતે 6 બહેનો નદીમાં ડૂબી જતાં મૃત્યુ પામી, આખા ગામમાં માતમ છવાયો

આગરા: આગરાના સિકંદરા વિસ્તારના નગલા નાથૂ ગામમાં યમુના નદીમાં રીલ બનાવતી વખતે 6 છોકરીઓ ડૂબી જતાં મૃત્યુ પામી છે. તેમાંથી ત્રણ દીકરીઓ તો એક જ પરિવારની હતી, જ્યારે અન્ય ત્રણ સંબંધી હતી. 6 બહેનોના મૃત્યુ બાદ આખા ગામમાં હાહાકાર મચી ગયો છે.

યમુનામાં ન્હાતા પહેલા આ છોકરીઓએ પોતાના મોબાઈલ ફોનમાંથી વીડિયો બનાવ્યો અને વીડિયો તેમના જીવનનો છેલ્લો વીડિયો સાબિત થયો હતો. આ કિશોરીઓની ઉંમર 12થી 15 વર્ષ વચ્ચે હોવાનું કહેવાય છે. જેમાંથી ત્રણ તો એક જ પરિવારની દીકરીઓ હતી. જ્યારે બાકીની ત્રણ સંબંધીઓ હતા. આ બધા ઉનાળાના વેકેશનમાં ગામડે ફરવા આવ્યા હતા.

ખેતરમાં કામ કરી રહેલા ગામ લોકો તાત્કાલિક આ ઘટનાસ્થળે પહોંચ્યા અને કલાકોની ભારે મહેનત બાદ તમામને બહાર કાઢ્યા. પોલીસની એક જીપથી 4 છોકરીને એસએન ઈમરજન્સી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કરી. બે દીકરીઓના શ્વાસ ચાલી રહ્યા હતા. જેમને પોલીસ બીજી જીપમાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ, જો કે બે કલાક બાદ તેમનું પણ મૃત્યુ થઈ ગયું. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને 4-4 લાખ રુપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: દેશના ગદ્દારો: પંજાબમાંથી વધુ એક પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, જ્યોતિ મલ્હોત્રા સાથે છે ખાસ કનેક્શન

Back to top button