નેશનલ

ફરી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરી પહોંચાડ્યું નુકસાન, જાણો ક્યાં બની ઘટના

Text To Speech

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જ્યારથી શરુ થઈ ત્યારથી તેમાં સતત પથ્થરમારોની ઘટનાઓ સામે આવી રહી છે. આજે પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. શનિવારે સાંજે પશ્ચિમ બંગાળના ફરક્કા પાસે મુર્શિદાબાદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

વંદે ભારત ટ્રેન પર ફરી પથ્થરમારો

ઈસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર (CPRO) કૌશિક મિત્રાએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાવડા સ્ટેશન નજીક ટ્રેન પર કથિત રીતે પથ્થરો ફેંકવામાં આવ્યા હોવાથી વંદે ભારત એક્સપ્રેસની બારીના કાચને નુકસાન થયું છે.

વંદે ભારત ટ્રેન પર હુમલો-humdekhengenews

ટ્રેનની બારીના કાચને નુકસાન

વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના પણ સામે આવી છે. ટ્રેન તેલંગાણાના મહબૂબાબાદ જિલ્લામાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાની ઘટનામાં ટ્રેનની બારીના કાચને નુકસાન થયું હતું. જોકે હાલ પથ્થરમારામાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી.

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની પાંચમી ઘટના

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની આ ઘટના પહેલી વખત નથી બની પરંતુ અગાઉ પણ આવી રીતે વંદે ભારત ટ્રેનને નિશાને લેવામાં આવી છે. જાન્યુઆરી 2023માં દાર્જિલિંગ જિલ્લાના ફાંસીદેવા ખાતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના બે કોચ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં ટ્રેનની બે બારીના કાચ પણ તૂટી ગયા હતા. આ પહેલા માલદા પાસે પણ પથ્થરમારાની ઘટના બની હતી. પશ્ચિમ બંગાળ સિવાય દેશના અન્ય રાજ્યોમાં પણ આવા કિસ્સા સામે આવ્યા છે.

આ પણ વાંચો : વડોદરામાં શ્વાનના આતંકની વધુ એક ઘટના, શ્વાન પાછળ દોડતા બાઈક ચાલકનો અકસ્માત

Back to top button