નેશનલ

લગ્ન રીસેપ્શન બાદ વરરાજા ગાયબ, કન્યા જોતી રહી રાહ, પરિવારજનોએ નોંધાવી પોલીસ ફરિયાદ

Text To Speech
  • દાવત-એ-વલીમા બાદ અમરોહામાં વરરાજા થયો ગુમ
  • મોડી રાત સુધી વરરાજા પાછો ન ફરતા દુલ્હન જોતી રહી રાહ, પરિવારજનોએ પોલીસને કરી જાણ

અમરોહા, 23 મે: ઉત્તર પ્રદેશના અમરોહામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં દાવત-એ-વલીમા પછી વરરાજા ગુમ થઈ ગયો હતો. દુલ્હન મોડી રાત સુધી તેની રાહ જોતી રહી હતી પરંતુ વરરાજા પાછો ફર્યો ન હતો. ઘણી તપાસ બાદ પરિવારજનોએ વરરાજાના ગુમ થવા અંગે પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે કેસ નોંધીને ગુમ થયેલા વરની શોધ શરૂ કરી છે. આ મામલો સૈદંગલી પોલીસ સ્ટેશન વિસ્તારના ઉઝારી શહેરના મહોલ્લા દરજીયાંનો છે.

વાસ્તવમાં, હાજી કલ્લાનના 31 વર્ષીય પુત્ર સલમાનના લગ્ન સોમવારે ઉઝારી મોહલ્લાની રહેવાસી છોકરી સાથે થયા હતા. લગ્ન ખૂબ જ ધામધૂમથી પૂર્ણ થયા બાદ મંગળવારે દાવત-એ-વલીમા (લગ્નનું ભવ્ય રીસેપ્શન) યોજાઈ હતી. પરંતુ આ દરમિયાન વરરાજા મોડી રાત્રે ગાયબ થઈ ગયો હતો. તે બાઇક લઇને ઘરેથી નીકળ્યો હતો. લાંબા સમય સુધી તે પરત ન આવતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. કન્યા પણ વરની રાહ જોતી રહી હતી.

પરિવારજનોએ નોંધાવી પોલીસ ફરિયાદ

આવી સ્થિતિમાં પરિવારજનોએ સંબંધીઓ અને મિત્રો પાસેથી વર વિશે પૂછપરછ કરી હતી. તેમ છતાં વરરાજાનો કોઈ પત્તો ન લાગતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. વરરાજાના પિતા હાજી કલ્લાન પોલીસ સ્ટેશન પહોંચ્યા અને વરરાજા ગુમ થયાની ફરિયાદ નોંધાવી. હાલમાં, ફરિયાદ લીધા પછી, પોલીસે કેસ નોંધીને વરની શોધ શરૂ કરી છે.

વરરાજા ગુમ થતા ચર્ચાએ જોર પકડ્યું

લગ્નની આગલી રાત્રે વરરાજા ગુમ થવાને લઈને વિસ્તારમાં પણ વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. જ્યારે પરિવારના સભ્યો કંઈક અઘટિત બનવાના ડરથી ચિંતિત છે. બીજી તરફ, આ મામલે પોલીસ સ્ટેશનના વડા નિશાંત રાઠીએ જણાવ્યું હતું કે વરરાજાના પરિવારજનો દ્વારા ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે, તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: છોકરો સારા ઘરનો લાગે છે: હાઈકોર્ટે છોકરીની છેડતી કરનાર છોકરાને એક શરતે આપ્યા જામીન

Back to top button