ટ્રેન્ડિંગનેશનલ

છોકરો સારા ઘરનો લાગે છે: હાઈકોર્ટે છોકરીની છેડતી કરનાર છોકરાને એક શરતે આપ્યા જામીન

  • મામલામાં આરોપો ખૂબ જ ગંભીર, પરંતુ આરોપીને વર્તન સુધારવાની તક આપવી જોઈએ: HC
ભોપાલ, 23 મે: એક સગીર છોકરીને અશ્લીલ કોલ અને વોટ્સએપ દ્વારા સતત હેરાન કરનાર આરોપીને મધ્ય પ્રદેશ હાઇકોર્ટે કામચલાઉ જામીન આપ્યા છે. બદલામાં, કોર્ટે આરોપીઓને સમુદાયિક સેવા કરવા કહ્યું છે. કોર્ટે આરોપી સારા પરિવારનો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. કોર્ટનું કહેવું છે કે, આ મામલામાં લગવામાં આવેલા આરોપો ખૂબ જ ગંભીર છે, પરંતુ આરોપીને તેનું વર્તન સુધારવાની તક આપવી જોઈએ. કોર્ટે આરોપી વિદ્યાર્થીને ભોપાલ જિલ્લા હોસ્પિટલમાં દર શનિવાર અને રવિવારે સવારે 9 થી 1 વાગ્યા સુધી માત્ર ડોકટરો અને કમ્પાઉન્ડરોને મદદ કરવા જણાવ્યું છે.

હોસ્પિટલમાં કામ કરવાની સજા

જસ્ટિસ આનંદ પાઠક આ કેસની સુનાવણી કરી રહ્યા હતા. તેમના દ્વારા 16 મેના રોજ આદેશ જારી કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, કોર્ટે આરોપી વિદ્યાર્થીને માત્ર ભોપાલ જિલ્લા હોસ્પિટલમાં દર શનિવાર અને રવિવારે સવારે 9 થી 1 વાગ્યા સુધી ડૉક્ટરો અને કમ્પાઉન્ડરોની મદદ કરવા કહ્યું છે. જો કે આ માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. જેમાં દર્દીને દવાઓ, ઈન્જેક્શન વગેરે ન આપવા, તેને પ્રાઈવેટ વોર્ડમાં ન જવા દેવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

આરોપીએ શું કહ્યું ?

જામીન અરજીમાં આરોપીનું કહેવું છે કે, લાંબા સમય સુધી બંધ રાખવાથી તેના ભણતર પર અસર થશે. આરોપીના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે, ‘તે ભવિષ્યમાં આવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ થશે નહીં અને વધુ સારા નાગરિક બનવા માટે તેના માર્ગો સુધારશે. ઉપરાંત, તે એવું કંઈ પણ કરશે નહીં જેનાથી ફરિયાદીને કોઈપણ રીતે શરમ અનુભવાય.

રિપોર્ટ અનુસાર, આરોપીના માતા-પિતાએ પણ કોર્ટને કહ્યું છે કે, તેઓ તેમના પુત્રના કૃત્યથી શરમ અનુભવે છે. તેમણે એવો પણ વાયદો કર્યો છે કે, તેનો પુત્ર ભવિષ્યમાં આવું કોઈ કામ નહીં કરે. આરોપીના વકીલે પણ કોર્ટને જામીન આપવાનું સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘તે સર્જનાત્મક કાર્ય અને સામુદાયિક સેવાઓમાં સામેલ થઈ શકે છે, જે તેના કથિત અહંકારને ઘટાડશે અને બાદમાં તેના આચરણને જોઈને તેના જામીનની પુષ્ટિ થઈ શકે.’

કોર્ટે શું કહ્યું?

રિપોર્ટ અનુસાર, કોર્ટે કહ્યું કે, ‘…એવું લાગે છે કે અરજદાર વિદ્યાર્થી છે અને તેથી તેને તેનું વર્તન સુધારવાની તક આપવામાં આવી રહી છે. જેથી કરીને તે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિઓ અને ખાસ કરીને IPCની કલમ 354 (D) અને POCSO એક્ટની કલમ 11 અને 12માં સામેલ ન થઈને સારો નાગરિક બની શકે. અહીં, ફરિયાદ પક્ષે આરોપીના જામીનનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, તે પીડિતાને સતત હેરાન કરતો હતો.

અખબારના જણાવ્યા અનુસાર, કોર્ટે કહ્યું કે, ‘સમગ્ર કેસ ડાયરી અને પ્રતિવાદી/રાજ્ય દ્વારા દાખલ કરવામાં આવેલી માહિતી વાંચ્યા પછી, એવું લાગે છે કે આરોપો ખૂબ જ ગંભીર છે અને BBAના વિદ્યાર્થી પાસેથી આવી અપેક્ષા રાખી શકાય નહીં જે ભવિષ્ય બનાવવા માંગે છે. જે મેનેજરીયલ કેડરમાં ભવિષ્ય બનાવવા ઈચ્છે છે અને દેખીતી રીતે સારા પરિવારમાંથી આવે છે. 4 એપ્રિલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તેના પર વોટ્સએપ દ્વારા યુવતીને હેરાન કરવાનો, પીછો કરવાનો અને અશ્લીલ કોલ કરવાનો આરોપ છે.

આ પણ જુઓ: OBC લિસ્ટ અંગે કલકત્તા હાઈકોર્ટનો નિર્ણય, જેપી નડ્ડાએ કહ્યું- ઇન્ડી ગઠબંધન વધારી રહ્યું છે તુષ્ટિકરણ

Back to top button