આર્જેન્ટિનાની જીતથી ભારતમાં જશ્નનો માહોલ, જ્યારે ફ્રાન્સમાં લોકોએ કર્યુ વિરોધ પ્રદર્શન
કતારમાં વર્લ્ડ કપ ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું. આ સાથે આર્જેન્ટિના 36 વર્ષ બાદ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું હતું. આર્જેન્ટિનાએ 1978 અને 1986 બાદ હવે 2022માં ત્રીજી વખત ટાઈટલ જીત્યું છે. આર્જેન્ટિના જીત બાદ ભારતીય ફેન્સમાં એક ઉમળકો જોવા મળ્યો છે. ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં આર્જેન્ટિની જીત અને ફ્રાંસની હારની અસર દરેક જગ્યાએ જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ તેનું બેવડું વલણ જોવા મળી રહ્યું છે, આર્જેન્ટિની જીતથી તેના દેશમાં તેમજ ભારતમાં પણ આર્જેન્ટિના ફેન્સ દ્વારા જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ ફ્રાંસની હારને લીધે તેના ઘણાં શહેરોમાં વિરોધ થતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : FIFA WC 2022 : વર્લ્ડ ચેમ્પિયનશીપમાં કોણ બન્યું માલામાલ ?
પેરિસમાં ફેલાઈ ભીષણ હિંસા
અહેવાલો અનુસાર, આર્જેન્ટિના સામેની હાર બાદ પેરિસમાં ભીષણ હિંસા થઈ હતી અને ચાહકોએ વાહનોમાં તોડફોડ કરી હતી અને આગ ચાંપી હતી. અહીં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં હારનો સામનો કરવો પડ્યો,જેથી સ્થિતિ બેકાબૂ બની અને અલગ-અલગ શહેરોમાંથી હિંસા ફાટી નીકળી હતી. પેરિસ ઉપરાંત લોયનમાં પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા, અહીં પણ ચાહકોએ વાહનોને આગ ચાંપી હોવાના એહવાલો મળ્યા હતા.
પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ છોડાયા
આ સિવાય ફ્રાન્સના અલગ-અલગ શહેરોમાંથી કેટલાક વીડિયો અને તસવીરો પણ સામે આવી છે, જેમાં લોકો કારમાં તોડફોડ કરતા અને આગ લગાવતા જોવા મળે છે. પેરિસમાં પહેલાથી જ મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી, પરંતુ તેની કોઈ અસર જોવા મળી ન હતી. કારણ કે લાખો ચાહકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેઓ ફાઇનલમાં મળેલી હાર બાદ બેકાબૂ બની ગયા હતા.જેથી પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા,
ભારતમાં આર્જેન્ટિનાની જીતથી લોકોએ જશ્ન મનાવ્યો
એક તરફ ફ્રાન્સની હારથી હિંસા ફાટી હતી, જ્યારે ભારતમાં આર્જેન્ટિનાની જીતથી લોકોએ જશ્ન મનાવ્યો હતો. ભારતના કોલકાતા અને પશ્ચિમ બંગાળના અન્ય ભાગોમાં આર્જેન્ટિનાના સમર્થકોએ ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયનનો તાજ પહેરાવવાથી આનંદ વ્યક્ત કર્યો હતો. આ સિવાય ઉત્સાહિત સમર્થકોએ ફટાકડા ફોડ્યા અને આર્જેન્ટિના ટીમની વાદળી અને સફેદ જર્સીમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રધ્વજને લહેરાવીને તેમના ખેતરોની આસપાસ પરેડ કરી હતી. વર્લ્ડ કપ ફાઇનલમાં આર્જેન્ટિના ટીમની જીત બાદ આર્જેન્ટિનાના કેટલાક સમર્થકો એકબીજાને ગળે લગાવતા અને મીઠાઈઓ વહેંચતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વિડિયોમાં, પ્રશંસકો શ્રીભૂમિ સ્પોર્ટિંગ ક્લબ, વિધાનનગર, કોલકાતા ખાતે આર્જેન્ટિનાના વિજયની ઉજવણી કરતા જોવા મળે છે.
નવી દિલ્હીમાં આર્જેન્ટિનાના એમ્બસી ઉજવણી કરાઈ
આ સિવાય નવી દિલ્હીમાં આર્જેન્ટિનાના એમ્બસી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ચાહકોએ દિલ્હીની શાંગરી-લા હોટેલમાં આર્જેન્ટિનાની જીતની ઉજવણી કરી હતી. આર્જેન્ટિનાના રાજદૂત એચજે ગોબીએ કહ્યું કે, આ એક ભાવનાત્મક ક્ષણ છે. મને આશા છે કે આ મેસ્સીનો છેલ્લો વર્લ્ડ કપ નથી, હું તેને આર્જેન્ટિના માટે વધુ રમતા જોવા માંગુ છું.