
નવી દિલ્હી, 30 જાન્યુઆરી: કાપડ મંત્રાલય 4 ફેબ્રુઆરીએ રાજસ્થાનના કોટાના દશેરા ગ્રાઉન્ડ ખાતે ‘વન ઇન્ડિયા સાડી વૉકાથોન’નું આયોજન કરી રહ્યું છે. આ વૉકાથોન આત્મનિર્ભર ભારત ઉત્સવની સાથે યોજાશે. આ ઉત્સવનું 3 થી 8 ફેબ્રુઆરી સુધી કોટામાં આયોજન કરાયુું છે. અગાઉ, કાપડ મંત્રાવલયે સફળ પ્રતિસાદ સાથે 9મી એપ્રિલ 2023એ સુરતમાં અને 10મી ડિસેમ્બર 2023ના રોજ મુંબઈમાં સાડી વૉકાથોનની બે આવૃત્તિઓ યોજી હતી. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક વિચારને સમર્થન આપવા માટે હજારો મહિલાઓ સાડી પહેરીને તેમના રાજ્યના ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે.
દેશનું હેન્ડલૂમ ક્ષેત્ર 35 લાખથી વધુ લોકો સંકળાયેલા
સુરત અને મુંબઈ ખાતે સાડી વૉકાથોન તથા ભારતના એજ્યુકેશન હબ, ભારત મંડપમમાં ‘આત્મનિર્ભર ભારત ઉત્સવ’ની સફળતા બાદ કોટા દેશની અત્યાર સુધીની સૌથી મોટી સાડી વૉકાથોનનું આયોજન કરવા કમર કસી રહી છે, જેનું આયોજન ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ મહિલાઓમાં ફિટનેસ અંગે જાગૃતિ લાવવાનો અને તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ ઉપરાંત, આત્મનિર્ભર ભારત ઉત્સવમાં આત્મનિર્ભરતા, પરંપરાગત કારીગરો અને શિલ્પકારોની કલાની ઉજવણી કરવામાં આવશે. દેશનું હેન્ડલૂમ ક્ષેત્ર દેશના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસાનું પ્રતીકની સાથે-સાથે મોટી સંખ્યામાં લોકો, ખાસ કરીને મહિલાઓને અને રોજગારી પૂરી પાડતા મુખ્ય ક્ષેત્રમાંનું એક છે. ભારતનું હેન્ડલૂમ ક્ષેત્ર 35 લાખથી વધુ લોકોને જોડે છે.
હેન્ડલૂમ સાડી વણાટની કળા પરંપરાગત મૂલ્યો ધરાવે છે અને દરેક પ્રદેશમાં ઉત્કૃષ્ટ સાડીઓની વિવિધ જાતો હોય છે. પૈઠાણી, કોટપડ, કોટા ડોરિયા, તાંગેલ, પોચમપલ્લી, કાંચીપુરમ, તિરુબુવનમ, જમદાની, શાંતિપુરી, ચંદેરી, મહેશ્વરી, પટોળા, મોઇરાંગફી, બનારસી બ્રોકેડ, તાંચોઈ, ભાગલપુરી સિલ્ક, બાવન બૂટી, પશ્મીના જેવી સાડીઓની વિશેષતા કલાત્મકતા, વણાટ, ડિઝાઈન અને પરંપરાગત મૂલ્ય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
10 હજાર મહિલાઓ આ વૉકાથોનમાં ભાગ લેશે
સાંસ્કૃતિક વિવિધતા અને સશક્તિકરણની ઉજવણીમાં દેશભરમાંથી લગભગ 10,000 મહિલાઓ તેમના વિશિષ્ટ પરંપરાગત પોશાકમાં આ કાર્યક્રમમાં હાજરી આપશે. તેમાં માત્ર ઉત્સાહી સહભાગીઓ જ નહીં પરંતુ વિખ્યાત અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, ફેશન ડિઝાઇનર્સ અને આંગણવાડી કાર્યકરો સહિત વિવિધ ક્ષેત્રના નોંધપાત્ર લોકો પણ સામેલ થશે. સ્વનિર્ભર ભારત ઉત્સવ પ્રદર્શનમાં વિવિધ રાજ્ય સરકારની સંસ્થાઓ, પ્રાથમિક હાથશાળ વણકરો સહકારી મંડળીઓ, હેન્ડલૂમ, હસ્તકલા, શણ, સિલ્ક અને વૂલન વણકરો કે કારીગરો સહિત દેશભરમાંથી 150 સહભાગીઓ ભાગ લઈ રહ્યા છે.
આ પણ વાંચો: So elegant, Looking like a wow: કેન્દ્રીય મંત્રીએ ટ્રેન્ડ ફોલો કરી વૉકાથોનને આપી લીલી ઝંડી