- મુસાફરોનો રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ભારે ધસારો
- રેલવે સ્ટેશન પર ભીડ એકત્ર ન થાય તેના માટે પ્લેટફોર્મ બારી બંધ
- એસટી બસમાં બુકીંગ માટે કાઉન્ટર પર લાંબી કતારો જોવા મળી હતી
સુરતની ઘટના બાદ અમદાવાદ રેલવે તંત્ર એલર્ટ થયુ છે. જેમાં કાલુપુર રેલવે સ્ટેશને હાલ પ્લેટફોર્મ ટિકિટ મળશે નહીં. ઉત્તર ભારત અને સૌરાષ્ટ્ર જતી ટ્રેનમાં લોકોની ભીડ જામી છે. દિવાળીનો પર્વ પરિવાર સાથે ઉજવવા લોકો વતનમાં જવા ઉમટ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત: કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં લાગી આગ
મુસાફરોનો રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ભારે ધસારો
દિવાળી ટાણે મુસાફરોનો રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સુરતમાં બનેલી ઘટનાને જોતાં વિવિધ રેલવે સ્ટેશનો પર પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં પ્લેટફોર્મ પર મુલાકાતીઓને હવે ટિકિટ આપવામાં આવશે નહીં. આ અંગે અમદાવાદ રેલવે ઓથોરિટી દ્વારા સાવચેતીના ભાગ રૂપે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ રેલવે સ્ટેશન પર ભીડ એકત્ર ન થાય તેના માટે પ્લેટફોર્મ બારી બંધ કરવામાં આવી છે. સુરતની ઘટના બાદ અમદાવાદ રેલવે તંત્ર એલર્ટ થઈ છે. તેમજ ઉત્તર ભારત અને સૌરાષ્ટ્ર જતી ટ્રેનમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરની હવા થઈ વધુ પ્રદૂષિત, જાણો કયા વિસ્તારમાં કેટલો AQI
એસટી બસમાં બુકીંગ માટે કાઉન્ટર પર લાંબી કતારો જોવા મળી હતી
તેમજ દિવાળીનો પર્વ પરિવાર સાથે ઉજવવા લોકો વતનમાં ઉમટ્યા છે. તેમજ રેલવે સ્ટેશન પર ભારે ભીડના કારણે મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ઘણાં લોકો મુસાફરોને મૂકવા આવનારા પરિવારજનોથી રેલવે સ્ટેશન પર ભીડ થતી હતી. જેના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. આ તરફ છેલ્લા ત્રણ દિવસથી ગીતા મંદિર ખાતે ભીડ જોવા મળે છે. તેમજ દિવાળીનાં તહેવારોને લઈ વડોદરા એસટી ડેપો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. વડોદરા ડીવીઝન દ્વારા વધારાની 85 બસો આજથી દોડાવાશે. અત્યાર સુધી 50 બસો કાર્યરત હતી. એસટી બસમાં બુકીંગ માટે કાઉન્ટર પર લાંબી કતારો જોવા મળી હતી. દાહોદ, છોટાઉદેપુર, ગોધરા રૂટ માટે વધુ બસો મુકવામાં આવી હતી. વડોદરાથી ઝાલોદ, કાઠીયાવાડ, અમદાવાદનાં રૂટ પર વધારાની બસો દોડાવવામાં આવશે.