ગુજરાતમાં સ્વચ્છતા હી સેવાની ઝુંબેશમાં હોટલો બાદ હવે હોસ્પિટલનો વારો
- ગંદકી ફેલાવનારાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે
- શહેરભરમાંથી પ્રતિબંધિત 3.6 કિલો પ્લાસ્ટિકનો જથ્થો કબજે
- શહેરના 109 ન્યૂસન્સ પોઇન્ટ પરથી 23 ટન કચરાનો નિકાલ કરાયો
ગુજરાતમાં સ્વચ્છતા હી સેવાની ઝુંબેશમાં હોટલો બાદ હવે હોસ્પિટલનો વારો આવ્યો છે. જેમાં બાયો-મેડિકલ વેસ્ટનો બરોબર નિકાલ ન કરનારી ગ્લોબલ હોસ્પિટલને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. ત્યારે ગંદકી ફેલાવનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોઈપણ વ્યક્તિ લાઇસન્સ વિના ઢોર રાખી નહીં શકે
શહેરના 109 ન્યૂસન્સ પોઇન્ટ પરથી 23 ટન કચરાનો નિકાલ કરાયો
રાજકોટ શહેરના 109 ન્યૂસન્સ પોઇન્ટ પરથી 23 ટન કચરાનો નિકાલ કરાયો છે. તથા જાહેરમાં ગંદકી ફેલાવતા 31 નાગરિકોને દંડ ફટકારવામાં આવ્યો છે. સ્વચ્છતા હી સેવાની ઝુંબેશમાં હોટલો બાદ હવે હોસ્પિટલનો વારો આવ્યો છે. બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ ગ્લોબલ હોસ્પિટલને રુ. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. મંગળવારે દિવસ દરિમયાન મનપાની ટીમે 109 ન્યૂસન્સ પોઇન્ટ પરથી 23.15 ટન કચરાનો નિકાલ કર્યો હતો. જાહેરમાં ગંદકી ફેલાવતા 31 નાગરિકોને દંડ ફટકારવામાં આવ્યો છે. તો 3.6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક કબજે કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં દારૂના નેટવર્ક માટેના ડમી સિમકાર્ડના વેચાણનો પર્દાફાશ
ગ્લોબલ હોસ્પિટલને રુ. 10 હજાર દંડ ફટકારવામાં આવ્યો
રાજકોટ મહાનગરાપાલિકાના સોલીટ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના રાજનગર ચોક ખાતે આવેલી ગ્લોબલ હોસ્પિટલ ખાતે ચેકિંગ કરવામાં આવ્યું તો આ હોસ્પિટલનો બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવામાં આવતો હોવાનું ધ્યાને આવતા આ હોસ્પિટલના સંચાલકોને રુ. 10 હજાર દંડ ફટકારવામાં આવ્યો હતો. એ સાથે જ તમામ હોસ્પિટલના સંચાલકોને અપીલ પણ કરવામાં આવી કે બાયો મેડિલક વેસ્ટનો નિકાલ અન્ય કોઇ જગ્યાએ કરવાના બદલે આ માટે અધિકૃત કરેલી એજન્સી મારફતે જ બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જરુરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં દિવાળી તહેવાર નિમિત્તે સીંગ અને કપાસિયા તેલ મામલે આવ્યા મોટા સમાચાર
શહેરભરમાંથી પ્રતિબંધિત 3.6 કિલો પ્લાસ્ટિકનો જથ્થો કબજે
મનપાની ટીમે શહેરના 109 ન્યૂસન્સ પોઇન્ટ પરથી 23.15 ટન કચરાનો નિકાલ કર્યો હતો. ન્યૂસન્સ પોઇન્ટ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો પણ સાફ કરવામાં આવે છે. તો શહેરમાં પ્રવેશવાનાં અને શહેરમાંથી બહાર નીકળવાના રસ્તા પર પણ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આજે મંગળવારે પ્રવેશ અને નિકાસ દ્વાર પાસેથી 3.9 ટન કચરાનો નાશ કરવામાં આવ્યો હતો. જાહેરમાં ગંદકી ફેલાવતા- કચરો ફેંકતા 31 લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. એ સાથે જ શહેરભરમાંથી પ્રતિબંધિત 3.6 કિલો પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.