ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં કોઈપણ વ્યક્તિ લાઇસન્સ વિના ઢોર રાખી નહીં શકે

  • હાઇકોર્ટના ચુકાદાઓની ચુસ્ત અને કડક અમલવારી
  • ઢોર માલિકો- તત્વો વિરુદ્ધ લોખંડી હાથે કામ લેવા ફરમાન જારી
  • બી.એસ. મિસ્ત્રીએ એકશન ટેકન રિપોર્ટ સાથેનું સોગંદનામું રજૂ કર્યું

ગુજરાતમાં કોઈપણ વ્યક્તિ લાઇસન્સ વિના ઢોર રાખી નહીં શકે તેમ હાઈકોર્ટમાં સરકારે જણાવ્યું છે. જેમાં રખડતા ઢોરની સમસ્યા સંદર્ભે 8 મનપા, 157 ન.પા. વતી રિપોર્ટ આપવામાં આવ્યો છે. 5,979 પાનાના એક્શન ટેકન રિપોર્ટમાં સરકારે ભરેલાં પગલાંની છણાવટ કરી છે. તથા ઢોર માલિકો- તત્વો વિરુદ્ધ લોખંડી હાથે કામ લેવા ફરમાન જારી કર્યો છે.

આ પણ વાંચો: દેશની પહેલી વંદે સાધારણ ટ્રેન અમદાવાદથી 2.55 કલાકમાં સુરત પહોંચી, ટિકિટ પણ ઓછી હશે 

ઢોર માલિકો- તત્વો વિરુદ્ધ લોખંડી હાથે કામ લેવા ફરમાન જારી

રાજ્યભરમાં રખડતા ઢોરોનો ત્રાસ, બિસ્માર રસ્તાઓ, ટ્રાફ્કિની સમસ્યા, ગેરકાયદે પાર્કિંગ સહિતના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં રાજય સરકાર દ્વારા રાજયના તમામ આઠ મનપા અને 157 નગરપાલિકાઓ તરફ્થી 5979 પાનાનો રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યો હતો. જેમાં સરકાર દ્વારા તમામ આઠ મનપા અને 157 નપાને રખડતા ઢોરોને પકડવાની કામગીરી દરમિયાન બાઇક પર લાકડીઓ લઇને આવતા ઢોર માલિકો- તત્વો વિરુદ્ધ લોખંડી હાથે કામ લેવા ફરમાન જારી કરાયું છે.

બી.એસ. મિસ્ત્રીએ એકશન ટેકન રિપોર્ટ સાથેનું સોગંદનામું રજૂ કર્યું

રાજ્યભરમાં રખડતા ઢોરોનો ત્રાસ, બિસ્માર રસ્તાઓ, ટ્રાફ્કિની સમસ્યા, ગેરકાયદે પાર્કિંગ સહિતના મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમા સરકારના શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવ બી.એસ. મિસ્ત્રીએ એકશન ટેકન રિપોર્ટ સાથેનું સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં રાજ્યના રખડતા ઢોર અંકુશ નીતિ-2023 અંતર્ગત કોઇપણ વ્યકિતએ હવે વ્યકિતગત કે કોમર્શિયલ ઉપયોગ માટે ઢોર રાખવા હોય તો લાયસન્સ ફરજિયાત, માર્ગો પર કે માર્ગની બાજુમાં પણ રખડતા ઢોરોનો ત્રાસ હોય તે દંડ અને જપ્તી, કસૂરવાર ઢોર માલિકો વિરુદ્ધ કાર્યવાહી માટે જરૂરી પોલીસ પ્રોટેકશન, રખડતા ઢોરોને પકડવાની કામગીરી વખતે લાકડીઓ લઇ બાઇક પર આવતાં ઢોર માલિકો વિરુદ્ધ લોખંડી હાથે પગલાં લેવા, નો કેટલ ઝોન, જાહેર રસ્તા, ફુટપાથ કે, ખુલ્લી જગ્યાઓમાં ઢોર રાખવા ગેરકાયદે બાંધકામ કરાયા હોય તો તે દૂર કરવા સહિતના મહત્ત્વના મુદ્દાઓ કોર્ટના ધ્યાન પર મૂકાયા હતા.

હાઇકોર્ટના ચુકાદાઓની ચુસ્ત અને કડક અમલવારી

કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટ અનુસંધાનમાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તા, ટ્રાફ્કિની સમસ્યા, ગેરકાયદે પાર્કિંગ સહિતની સમસ્યાઓના નિવારણ અને આ અંગેના હાઇકોર્ટના ચુકાદાઓની ચુસ્ત અને કડક અમલવારી માટે શહેરી વિકાસ વિભાગના પિન્સિપાલ સેક્રેટરી દ્વારા રાજયના તમામ મ્યુનિસિપલ કમિશનર્સ, રાજયની તમામ નગરપાલિકાઓના નિયામક અને ચીફ્ ઓફ્સિરો સહિતના સત્તાવાળાઓની વીડિયો કોન્ફ્રન્સિંગથી મહત્ત્વની બેઠક યોજી જરૂરી સૂચનાઓ અને નિર્દેશો જારી કરાયા છે.

Back to top button