ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

રાનુ મંડલ પછી આ દાદી થયા વાયરલ, ખેતરમાં કામ કરતા ગાયું ગીત, યુઝર્સે કહ્યું- ‘અસલી ટેલેન્ટ તો ખેતરોમાં જ’

Text To Speech
  • ખેતરમાં કામ કરી રહેલા એક દાદીનો વીડિયો થયો વાયરલ
  • દાદી ખેતરના કામની સાથે સાથે ‘બહારો ફૂલ બરસાઓ’ ગીત ગાતા જોવા મળ્યા
  • દાદીનો અવાજ સાંભળી સૌ કોઈ તેમના બની ગયા દિવાના

HD ન્યૂઝ ડેસ્ક, 15 જૂન: રેફ્યુજી ફિલ્મનું એક અદ્ભુત ગીત છે, પંક્ષી, નદીયો, પવનના ઝાપટા, કોઈ સરહદ ના આમને રોકે… તે સાચું છે, પક્ષીઓ, નદીઓ અને પવનને કોઈ રોકી શકતું નથી. આ વ્યક્તિના કૌશલ્યો પર પણ સમાન રીતે લાગુ પડે છે. પ્રતિભા ન તો ઉંમર પર આધારિત હોય છે, ન તો અમીરી કે ગરીબી જોતી હોય છે, ન તો તે ભાષાના બંધનો સ્વીકારે છે. ખાસ કરીને જો વાત સંગીતની હોય તો, મ્યુઝિક અને ગાવાની વાત આવે છે ત્યારે આ કૌશલ્યને સીમાઓ કે ઉંમરમાં બાંધવું સહેલું નથી હોતું, જેનું ઉદાહરણ એક વૃદ્ધ મહિલાનો વીડિયો છે, જેમાં તે એક જૂનું ગીત ગાતા નજરે પડે છે.

આ કૌશલ્ય વિશે શું કહેવું?

વોઈસ ઓફ યુનિક સિંગર્સ નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલે આ વૃદ્ધ મહિલાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ મહિલા ખેતરમાં બેઠી છે. આ દરમિયાન તે ખેતરમાં પાક લણતી જોવા મળે છે. આ દાદી પોતાનું કામ કરતા કરતા તે તેમનું મનપસંદ ગીત ગાતી જોવા મળે છે. આ ગીતના બોલ છે બહારોં ફૂલ બરસાઓ, મેરા મહેબૂબ આયા હૈ…તેની ઉંમર અને તેના કામને જોઈને કોઈ અનુમાન લગાવી શકતું નથી કે તે આટલા સુંદર અવાજની માલિક છે અને ન તો એવું અનુમાન લગાવી શકાય કે તે ગાવાનું આવું હુનર પણ ધરાવતી હશે.

અહીં જૂઓ દાદીનો વીડિયો:

 

નેહા કક્કર કરતાં પણ સારી!

આ ગીત સાંભળ્યા બાદ યુઝર્સ આ છુપાયેલા ટેલેન્ટના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે દાદી માટે ઓછામાં ઓછું એક લાઈક તો બને છે. અન્ય એક યુઝરે કહ્યું કે નેહા કક્કરે આ દાદી જોડેથી કંઈક શીખવું જોઈએ. અન્ય યુઝરે લખ્યું કે દાદી માં, તમે મુંબઈ આવી રહ્યા છો. કેટલાક યુઝર્સે લખ્યું છે કે જો દાદી યોગ્ય સમયે મુંબઈમાં આવી ગયા હોત તો આજે તેઓ કોઈ બીજી જગ્યાએ હોત. તો એકે લખ્યું છે કે, ‘અસલી ટેલેન્ટ તો ખેતરોમાં જ છે.’

આ પણ વાંચો: આલિયા ભટ્ટનો વધુ એક ડીપફેક વીડિયો વાયરલ: ચાહકો ચિંતિત, જુઓ આ વીડિયો

Back to top button