ગુજરાતમધ્ય ગુજરાત

નડિયાદની મેથોડિસ્ટ હોસ્પિટલ કરાઈ સીલ , લેણાની રકમ ન ભરતાં કાર્યવાહી

Text To Speech

નડિયાદ મામલદાર દ્વારા પ્રખ્યાત મેથોડિસ્ટ હોસ્પટલને ગત રોજ સરકારી તાળા મારવામા આવ્યા છે. ધ મેથોડીસ્ટ હોસ્પિટલની 1 કરોડ 4 લાખ 15 હજારથી વધુની આર.આર.સીના લેણાની રકમ બાકી હોવાથી તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

નડિયાદ હોસ્પિટલ-humdekhengenews

મેથોડિસ્ટ હોસ્પિટલ કરાઈ સીલ

પ્રાપ્ત વિગતો મુજબ 11 મે રોજ કુલ 13 જેટલા આર.સી.સી સર્ટીફિકેટની બાકી વસૂલાત અંગે નડિયાદના મિશન રોડ પર આવેલી પ્રખ્યાત મિશન હોસ્પિટલ તરીકે ઓળખાતી મેથોડિસ્ટ હોસ્પિટલને સીલ કરી નોટીસ આપવામા આવી હતી.  ધ મેથોડિસ્ટ હોસ્પિટલે કુલ 13 RRC Certificate ના અંદાજે 1 કરોડ 4 લાખ રુપિયા બાકી હોવાને કારણે તેની સામે આ કાર્યવાહી કરવામા આવી છે.

નડિયાદ હોસ્પિટલ-humdekhengenews

બાકી લેણાની રકમ ભરપાઈ ન કરતા કાર્યવાહી

આ નોટીસમાં ઉલ્લેખ કરાયો છે કે જમીન મહેસુલ અધિનિયમ 1879ની કલમ 152, 155 તથા 200 મુજબની જપ્તીની નોટીસ અને જમીન મહેસૂલ 118 મુજબની નોટીસ વારંવાર બજાવવા છતાં હોસ્પિટલ દ્વારા બાકી લેણાની રકમ ભરપાઈ કરવામાં આવી નથી. જેના કારણે 11 મેના રોજ મામલદારના અધિકારીઓ દ્વારા મિલ્કત જપ્તીની કાર્યવાહી કરી હોસ્પિટલને સીલ કરી નોટીસ લગાવી દેવામા આવી છે.

 આ  પણ વાંચો : ગેનીબેન ઠાકોરનું ફરી ચર્ચાસ્પદ નિવેદન, લગ્નમાં DJ ને લઈને કહી આ વાત

Back to top button