- ઉમેશ પાલ હત્યા કેસમાં આજે UP STFની મોટી કાર્યવાહી
- આરોપી ગુડ્ડુ મુસ્લિમને UP STFએ ઘેર્યો
- CCTV ફૂટેજમાં ગુડ્ડુ બોમ્બ ફેંકતો જોવા મળ્યો હતો
અતીક અહેમદના પુત્ર અસદ અહેમદનું એન્કાઉન્ટર થયું છે અને હવે યુપી એસટીએફએ બોમ્બર ગુડ્ડુ મુસ્લિમને ઘેરી લીધો છે. સૂત્રોનું માનીએ તો અસદના એન્કાઉન્ટર પછી હવે UP STFના નિશાના પર ગુડ્ડુ મુસ્લિમ છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુડ્ડુ મુસ્લિમ અજમેરમાં છુપાયેલો છે અને UP STFએ તેને ઘેરી લીધો છે.
UP STFની મોટી કાર્યવાહી
ઉમેશ પાલ હત્યા કેસમાં આજે UP STFએ મોટી કાર્યવાહી કરી છે. માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામ અહેમદનુ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આ બંને પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ હતા અને તેમની પર 5 લાખ રુપિયાનું ઈનામ પણ જાહેર કરવામા આવ્યું હતું. ત્યારે ઉમેશ પાલ હત્યા કેસના અન્ય આરોપી ગુડ્ડુ મુસ્લિમ પર પણ પોલીસ મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે.
આરોપી ગુડ્ડુ મુસ્લિમને પણ STF ટીમે ઘેર્યો
ઉમેશ પાલ હત્યા કેસને લઈને યુપી પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. અને એક પછી એક મોટી પ્લાનિંગ કરી રહી છે. ત્યારે ઉમેશ પાલ હત્યા કેસના બે મુખ્ય આરોપી માફિયા ડોન અતીક અહેમદના પુત્ર અસદ અહેમદના એન્કાઉન્ટર બાદ હવે ઉમેશ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી ગુડ્ડુ મુસ્લિમ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે.આરોપી ગુડ્ડુ મુસ્લિમને યુપી એસટીએફની ટીમે ઘેરી લીધો હોવાની માહિતી પણ સામે આવી રહી છે. ઉમેશ પાલ કેસ બાદ યુપી એસટીએફની ટીમ લાંબા સમયથી ગુડ્ડુ મુસ્લિમનો પીછો કરી રહી હતી.
પોલીસ દ્વારા ગુડ્ડુને જીવતો પકડવાનો પ્રયાસ
જાણવા મળી રહ્યું છે કે એસટીએફ અને ગુડ્ડુ મુસ્લિમ વચ્ચે ઘર્ષણ ચાલુ રહ્યું, જોકે પોલીસ તરફથી તેને પકડવાના પ્રયાસો ચાલુ છે. પોલીસ ગુડ્ડુ મુસ્લિમને જીવતો પકડવાનો પ્રયાસ કરી રહી છે. આ અંગે ટૂંક સમયમાં એક મોટું અપડેટ મળી શકે છે. ગુડ્ડુ મુસ્લિમ પર ઉત્તર પ્રદેશ પોલીસે 5 લાખનું ઇનામ પણ જાહેર કર્યું છે.
CCTV ફૂટેજમાં ગુડ્ડુ બોમ્બ ફેંકતો દેખાયો
તમને જણાવી દઈએ કે ઉમેશ પાલ મર્ડર કેસમાં અતીક અહેમદના ગુડ્ડુ બોમ્બાઝનો મોટો હાથ હતો. જેના કારણે પોલીસ તેના પર સતત નજર રાખી રહી હતી, ઉમેશ પાલની હત્યા બાદ સામે આવેલા CCTV ફૂટેજમાં ગુડ્ડુ બોમ્બ ફેંકતો સ્પષ્ટ જોઈ શકાય છે. આ હત્યા કેસમાં તે તેના સાથીઓ સાથે સતત પોલીસથી ભાગી રહ્યો હતો, પરંતુ આખરે મેરઠના ધૂમનગંજ વિસ્તારમાં તેની સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Atiq Ahmed : અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર, UP STFની મોટી કાર્યવાહી