કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

22 વર્ષ પછી ફરી કચ્છમાં એક કલાકમાં બે ભૂકંપના આંચકા,લોકો થયા ભયભીત

Text To Speech

કચ્છમાં અનેક વખત ભૂકંપના આંચકા આવતા હોય છે. ત્યારે ફરી એક વાર કચ્છની ધરા ભૂકંપના જોરદાર આંચકીથી ધ્રુજી ઉઠી હતી. કચ્છમાં આ વખતે એક જ કલાકમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેથી લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. અને તેઓ ઘરની બહાર દોડી આવ્યા હતા.

એક કલાકમાં બે ભૂકંપના આંચકા

કચ્છમાં એક કલાકમાં બે અલગ અલગ જગ્યાએ ભૂકંપના આંચકા આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુધઈથી 11 કિલોમીટર દૂર નોંધાયું. કચ્છમાં આજે ખાવડા પાસે સવારે 5.18 કલાકે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો તો બીજો ભૂકંપ દુધઈ પાસે સવારે 6.38 વાગ્યે 4. 2ની તીવ્રતાનો આંચકો આવ્યા હતો. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ભૂકંપ આવવાથી લોકો સવાર-સવારમાં પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે આ ભૂકંપના કોઈ જાનમાલને નુકશાનના અહેવાલ નથી.

કચ્છમાં ભૂકંપ -humdekhengenews

 

લોકોનો 2001ની યાદ આવી ગઈ

મળતી માહિતી અનુસાર કચ્છમાં આજે વહેલી સવારે એક કલાકમાં બે ભૂકંપના આંકચા અનુભવાયા હતા. જેમાં સવારે 6.38 કલાકે 4.2ની તીવ્રતાનો આંચકો અને સવારે 5.18 કલાકે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જાણકારી મુજબ ભૂકંપ સાથે ધડાકાનો પણ અવાજ પણ લોકોને સંભળાયો હતો. જેના લીધે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા આવવાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. કચ્છના લોકો 2001નો ભૂકંપ હજુ સુધી ભૂલી શક્યા નથી આજે એક કલાકમાં આવેલ આ બે ભૂકેપના આંચકાએ કચ્છને 2001ના ભૂકંપની યાદ અપાવી દીધી હતી.

આ પણ વાંચો : બલિદાન દિવસ : ગાંધીજીની હત્યાનું કાવતરું કેવી રીતે ઘડાયું અને કોણ તેમાં સામેલ હતા ?

Back to top button