સલમાનની ટાઇગર-3નું એડવાન્સ બુકિંગ આ તારીખથી થશે શરૂ
- સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ટાઈગર 3 દિવાળીના તહેવાર પર 12 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ ટૂંક સમયમાં શરૂ થશે
Tiger 3 Advance Booking: સલમાન ખાનના ચાહકો ટાઈગર 3ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટાઇગર 3 દિવાળીના તહેવાર પર 12 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાન, કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી લીડ રોલમાં જોવા મળશે. ઈમરાન હાશ્મી વિલનની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલર પરથી અંદાજ લગાવી શકાય છે કે સલમાન અને ઈમરાન વચ્ચેની લડાઈ ઉગ્ર થવાની છે. હવે ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થવાની રાહ જોવાઈ રહી છે.
ટાઈગર 3નું ટ્રેલર થોડા સમય પહેલા રીલીઝ કરવામાં આવ્યું છે. જેમાં કેટરિના અને સલમાન બંને જબરદસ્ત એક્શન કરતા જોવા મળે છે. આ યશરાજ સ્પાઇ યુનિવર્સની ફિલ્મ છે.
આ દિવસે શરૂ થશે એડવાન્સ બુકિંગ
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને માહિતી આપી છે. ટાઈગર 3નું એડવાન્સ બુકિંગ 5 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. એડવાન્સ બુકિંગ દ્વારા જ આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે આ ફિલ્મ પહેલા દિવસે કેટલું કલેક્શન કરી શકે છે. ટાઈગર 3 જવાનનો રેકોર્ડ તોડી શકશે કે કેમ તે જાણવા માટે થોડી રાહ જોવી પડશે. સલમાન ખાન અને કેટરીના કૈફે હજુ ટાઈગર 3નું પ્રમોશન શરૂ કર્યું નથી. જો કે, પ્રમોશન વિના પણ આ ફિલ્મને લઈને ભારે ચર્ચા છે. લોકો ટાઈગરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
SALMAN KHAN – TIGER & THE FESTIVAL CONNECTION…
⭐️ #EkThaTiger – the first film in #YRFSpyUniverse – released on #Eid.
⭐️ The second instalment – #TigerZindaHai – arrived on #Christmas.
⭐️ #Tiger3 – the much-awaited third part – is all set for #Diwali release.The countdown has… pic.twitter.com/ihADCyha3F
— taran adarsh (@taran_adarsh) October 30, 2023
ડિરેક્ટરે ફિલ્મ વિશે કરી આ વાત
ટાઈગર 3નું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે. ફિલ્મમાં સલમાન, કેટરિના અને ઈમરાન ઉપરાંત રિદ્ધિ ડોગરા, કુમુદ મિશ્રા, રેવતી અને અનંત વિદાત મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. મનીષ શર્માએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તમે જે ટ્રેલર જોયું છે તે ફિલ્મનો પાંચ ટકા ભાગ પણ નથી. ફિલ્મ જોઇને દરેક વ્યક્તિ આશ્વર્યચક્તિ થયા વિના રહી નહીં શકે.
આ પણ વાંચોઃ વેકેશનમાં થાઈલેન્ડ જવા માગતા ભારતીય પ્રવાસીઓને વિઝાની જરૂર નહીં પડે