ગુજરાત

ગુજરાતના આ શહેરમાં થઇ રહ્યું છે ભેળસેળિયા ઘીનું ઉત્પાદન

  • 4 લાખથી વધુ કિંમતનો 1,462 કિલોગ્રામ ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત
  • ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે
  • શંકાસ્પદ મહીધરા બ્રાન્ડ ઘીનું ઉત્પાદન થતુ જોવા મળી આવ્યું

ગુજરાતના નડિયાદ શહેરમાં ભેળસેળિયા ઘીનું ઉત્પાદન થઇ રહ્યું છે. જેમાં નડિયાદમાંથી અંદાજે 4 લાખથી વધુ કિંમતનો 1,462 કિલોગ્રામ ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આગામી તહેવારોને લઇ ખોરાક-ઔષધ નિયમન તંત્ર-ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોડ-સ્થાનિક ફુડ ટીમે દરોડો પાડ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ લાગશે, જાણો શું થશે લોકોને ફાયદો 

ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે

સલૂણ ગામ પાસેની ફેક્ટરીમાં મહીધર બ્રાન્ડથી ભેળસેળિયા ઘીનું ઉત્પાદન થતુ હતુ. ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ પ્રોડક્ટ્સમાંથી અંદાજે રૂ. 4 લાખથી વધુ કિંમતનો ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. નડિયાદ ખાતે આવેલી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ પ્રોડક્ટ્સમાંથી અંદાજે રૂ. 4 લાખથી વધુ કિંમતનો 1462 કિલોગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આગામી તહેવારોને લઇ ખોરાક-ઔષધ નિયમન તંત્ર-ગાંધીનગર દ્વારા ફ્લાઈંગ સ્ક્વોડ-સ્થાનિક ફુડ ટીમને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો તેમ ખોરાક- ઔષધ નિયમનના અધિકારીએ જણાવ્યું છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્સની આવક જાણી રહેશો દંગ 

શંકાસ્પદ મહીધરા બ્રાન્ડ ઘીનું ઉત્પાદન થતુ જોવા મળી આવ્યું

ફ્લાયિંગ સ્ક્વોડ અને નડિયાદની સ્થાનિક ફુડ ટીમ દ્વારા સંયુક્ત રીતે ઘીનો શંકાસ્પદ જથ્થો પકડી પાડયો હતો. આ જથ્થો વેપારી રાઉલજી દિલીપકુમાર ખુમાનસિંહ દ્વારા ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ, સલુણ-તળપદ, તા. નડિયાદ ખાતે રાખવામાં આવેલી જગ્યામાં પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર શંકાસ્પદ મહીધરા બ્રાન્ડ ઘીનું ઉત્પાદન થતુ જોવા મળી આવ્યું હતું. વેપારી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ નામે આ જગ્યા પર એફ્એસએસએઆઇ લાયસન્સ ધરાવે છે અને ઘી બનાવવાનો ધંધો-વેપાર કરે છે. આ વેપારી ઘીમાં ભેળસેળ કરે છે તેવી તંત્રને મળેલ બાતમીનાં આધારે રેડ કરવામાં આવી હતી. સ્થળ પરથી ઘીના બે નમૂનાઓ તેમજ બે વેજીટેબલ ફેટ એમ કુલ ચાર નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે જ્યારે બાકીનો આશરે 1462 કિલોગ્રામ જથ્થો જેની અંદાજીત કિંમત રૂ. 4,05,864/- નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો .

Back to top button