ATM ચાર્જથી બચવા માટે અપનાવો આ ઉપાય, નહીં આપવો પડે ચાર્જ, જાણો શું છે નિયમ
- ભારતમાં એટીએમનો ઉપયોગ હજુ પણ વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ઘણો સસ્તો છે. જો તમે અત્યારે પણ એટીએમનો સ્માર્ટ રીતે ઉપયોગ કરો છો, તો તમારે તેનો ચાર્જ ચૂકવવો પડતો નથી
HD ન્યૂઝ ડેસ્ક, 22 મે: ATM એટલે કે ઓટોમેટેડ ટેલર મશીન એ સેલ્ફ-સર્વિસ બેંકિંગ આઉટલેટ છે. તમે ATMમાંથી રોકડા પૈસા ઉપાડી શકો છો આ ઉપરાંત બેલેન્સ પણ ચેક કરી શકો છો તેમજ ફંડ પણ ટ્રાન્સફર પણ કરી શકાય છે. વિવિધ બેંકો દેશના જુદા જુદા ભાગોમાં કેશ મશીનો સ્થાપિત કરીને તેમની એટીએમ સેવાઓ પ્રદાન કરે છે. તમે આમાંથી કોઈપણ મશીનમાંથી પૈસા ઉપાડી શકો છો, પછી ભલે તમે એ બેંકમાં ખાતું ધરાવતા હોવ કે ના ધરાવતા હોય. પરંતુ કેટલીકવાર એટીએમમાંથી પૈસા ઉપાડવા અથવા અન્ય વસ્તુઓ માટે ચાર્જ ચૂકવવો પડે છે. ઘણી વખત આ માટે ગ્રાહકો જવાબદાર હોય છે. જો તમે કંઈપણ બેદરકારી ન કરો તો, તમે તમારી જાતને એટીએમ ચાર્જથી બચાવી શકો છો. ચાલો જાણીએ શું છે ઉપાય.
આ ઉપાય અપનાવો નહીં ચૂકવવો પડે ATM ચાર્જ
- જે-તે બેંકના એટીએમનો જ ઉપયોગ કરો
જો તમે તમારી બેંકના એટીએમનો ઉપયોગ કરો છો, તો તમારી પાસેથી કોઈ ઉપાડ ફી વસુલવામાં આવતી નથી. જો તમે અન્ય એટીએમનો ઉપયોગ કરો છો, તો તમારી પાસેથી એટીએમમાંથી રોકડ ઉપાડ માટે ફી વસૂલવામાં આવી શકે છે.
- મહિનામાં પાંચ વખત કોઈ ચાર્જ વગર ઉપાડી શકાય છે પૈસા
ATMમાં બેંક દ્વારા સામાન્ય રીતે મહિનામાં પાંચ ફી ટ્રાન્સફર આપવામાં આવતા હોય છે. જેથી જરુરીયાત મુજબ ATMનો ઉપયોગ કરો. એકાઉન્ટ સ્ટેટમેન્ટ અથવા રકમ ટ્રાન્સફર જેવી બાબતો માટે તમે તમારી બેંકની નેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરી શકો છો.
- સહભાગી એટીએમનો ઉપયોગ કરો
કેટલીકવાર તમારી બેંક અન્ય બેંકો સાથે ભાગીદારી કરી શકે છે. જો એમ હોય તો, તમે સહભાગી બેંકના ATMમાંથી પૈસા ઉપાડી શકો છો.
- બીલ ઓનલાઈન ચૂકવો
તમારા બિલ ચૂકવવા માટે પૈસા ઉપાડવાને બદલે, તમે ઑનલાઇન પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો. આ તમને અન્ય હેતુઓ માટે તમારા મફત વ્યવહારોને બચાવવા માટે પરવાનગી આપે છે.
- તમારું કાર્ડ સ્વાઇપ કરો
ખરીદી કરવા જતી વખતે ATMમાંથી કેસ ઉપાડવાને બદલે ખરીદી કર્યા પછી કાર્ડ સ્વાઇપ કરવાની ટેવ પાડો. આ ટેવથી ATMમાં ઉપાડવા જવા લાગતો સમય બચી જશે.
- મર્યાદા બાદ ચૂકવવો પડશે ચાર્જ
BankBazaar અનુસાર, ATMમાંથી રોકડ ઉપાડની મર્યાદા પર પહોંચ્યા પછી તમારે દરેક ટ્રાન્ઝેક્શન માટે 21 રૂપિયા ચૂકવવા પડશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર ટ્રાન્ઝેક્શન ફીમાં વધારો કરવાનો હેતુ મૂળભૂત ખર્ચ અને વિનિમય ફીમાં વધારાની ભરપાઈ કરવાનો છે જે નાણાકીય સંસ્થાઓએ સહન કરવી પડે છે. બેંકો સામાન્ય રીતે મહિનામાં પાંચ મફત એટીએમ વ્યવહારો પ્રદાન કરે છે.
આ પણ વાંચો: મૂવીની ટિકિટ ઓનલાઇન ખરીદવાથી સસ્તી મળે કે પછી કાઉન્ટર પરથી?