ચૈત્ર નવરાત્રિમાં અપનાવો આ ડાયેટ પ્લાનઃ નવ દિવસમાં ઘટશે વજન
ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે. નવરાત્રિ તન મનને શુદ્ધ અને સ્વસ્થ કરવાનો મહાઅવસર છે. મનને શાંત અને શરીરને વિકાર રહિત બનાવવા માટે આપણે ઉપવાસ કરીએ છીએ. નવરાત્રિના નવ દિવસ દરમિયાન આપણે એવો ડાયેટ પ્લાન બનાવીએ છીએ કે તે શરીરને સ્વસ્થ રાખે અને વજન પણ ઘટાડે. જો કોઇ વ્યક્તિ સુગર પેશન્ટ હોય તો તે ધ્યાન રાખે અને ડોક્ટરની સલાહ અનુસાર ડાયેટ લે.
શરૂઆત લીંબુ પાણીથી કરો
કોઇ પણ વ્રત-ઉપવાસની શરૂઆત લીંબુ પાણી કે મધ પાણીથી કરો. અડધો કલાક બાદ કેળા, સફરજન, પપૈયુ, સ્ટ્રોબેરી, એવોકડોની સ્મુધી લઇ શકો છો. દહીં કે લસ્સી પણ લઇ શકો છો.
પાણીમાં પલાળેલા ડ્રાયફ્રુટ્સ લો
જ્યારે તમને હળવી ભુખ લાગે ત્યારે પાણીમાં પલાળેલા ડ્રાયફ્રુટ કે નારિયેળ પાણીનું સેવન કરી શકો છો. સાથે સાથે પાણીમાં પલાળેલી અખરોટ, કાજુ, બદામ પણ સારુ પરિણામ આપશે. ધ્યાન રાખો કે મુઠ્ઠી ભરીને ડ્રાયફ્રુટ્સ ન ખાશો. તેની સંખ્યા ચારથી પાંચ હોવી જોઇએ. તમે દસ-બાર દાણા પાણીમાં પલાળેલી મગફળી પણ લઇ શકો છો.
બપોરનું ભોજન
બપોરના ભોજનમાં એક રોટલી અને સાથે વાડકી ભરીને શાક તેમજ દાળ લઇ શકો છો. જો તમે ઉપવાસ કરી રહ્યા છો તો મોરૈયાની ખીચડી, એક વાડકી સાબુદાણાની ખીચડી. એક બાઉલ ટામેટા કે ખીરા, ગાજર કે અન્ય વેજ સલાહ, પનીર ભુરજી ખાઇ શકો છો.
રાતના જમવામાં મિક્સ સબ્જી
રાતના જમવામાં ખાંડ વગરની દુધીની ખીર, મિક્સ સબ્જી, વેજ સુપ પણ લઇ શકો છો. તમે કેળા પણ ખાઇ શકો છો. પરંતુ દ્રાક્ષ, કેરી, બીજા સાઇટ્રિક ફ્રુટ્સ એસીડીટીની સમસ્યાને વધારી શકે છે. તેથી ઉપવાસ દરમિયાન આ ફળોનું સેવન ન કરતા
આ પણ વાંચોઃ રશ્મિકા મંદાના કેમ ઘરના નોકરને પગે લાગે છે? શું કહે છે ‘પુષ્પા’ ગર્લ?