ટ્રેન્ડિંગનેશનલ

અધીર રંજને બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

Text To Speech
  • કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

પશ્ચિમ બંગાળ, 21 જૂન: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો થોડા અઠવાડિયા પહેલા જાહેર થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ફરી એકવાર એટલે કે ત્રીજી વખત NDA સરકાર બની છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સુધર્યું છે. જોકે પશ્ચિમ બંગાળમાં પાર્ટીનું પ્રદર્શન નબળું રહ્યું છે. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ બંગાળમાં એક પણ સીટ જીતી શકી નથી. હવે બંગાળમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા અધીર રંજન ચૌધરીએ પ્રદેશ અધ્યક્ષ પદ છોડી દીધું છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.

ખરાબ પ્રદર્શનને સ્વીકારી આપ્યું રાજીનામું

મળતી માહિતી મુજબ અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોએ જણાવ્યું છે કે અધીર રંજને લોકસભા ચૂંટણીમાં હાર અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.

બહેરામપુર લોકસભા બેઠક પર કરવો પડ્યો હારનો સામનો

અધીર રંજન ચૌધરી બહેરામપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પર ટીએમસીએ ભૂતપૂર્વ ક્રિકેટર રહી ચૂકેલા યુસુફ પઠાણને મેદાને ઉતાર્યા હતા અને તેઓએ અહીં અધીર રંજન ચૌધરીને હરાવીને જીત મેળવી હતી.

હાઈકમાન્ડે હજુ તેનો નિર્ણય આપ્યો નથી: સૂત્રો

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ સુધી અધીર રંજન ચૌધરીના રાજીનામા અંગે કોઈ નિર્ણય લીધો નથી.

આ પણ વાંચો: ‘સ્મૃતિ ઈરાની, સંજીવ બાલિયાન…’ મોદી 2.0ના હારેલા મંત્રીઓને બંગલો ખાલી કરવાની નોટિસ

Back to top button