ટોપ ન્યૂઝનેશનલ

એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ આર્મીની મજાક ઉડાવતી ટ્વીટ કરી, PoK પરત લેવાના નિવેદન પર ગલવાનની વાત યાદ કરી

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા ફિલ્મોમાં જેટલું નામ નથી કમાવ્યું તેટલું નામ કોઈને કોઈ વિવાદ ઊભા કરીને મેળવ્યું છે. રિયા ચઢ્ઢાએ હાલમાં જ એક ટ્વિટ કરી ભારતીય સેનાનું અપમાન કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. રિચાએ ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના PoK અંગેના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. પોતાના નિવેદનમાં લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પાછું લેવા માટે આદેશ આપવામાં આવે તો તેને એક્ઝિક્યુટ કરવા તૈયાર છે. ત્યારે રિચાએ ગલવાનની વાતનો ઉલ્લેખ કરીને “ગલવાન કહે છે હાય.” તેવું ટ્વિટ કર્યું હતું. ત્યારે આ મામલે વિવાદ વધતાં અભિનેત્રીએ પોતાનું ટ્વીટર એકાઉન્ટ જ લોક કરી દીધું છે.

રિચાની ટ્વીટ પર ભાજપની પ્રતિક્રિયા
એકટ્રેસના ટ્વીટ પર  રિએક્ટ કરતા ભાજપના નેતા મંજ઼િન્દર સિંહ સિરસાએ કહ્યું કે, “આ એક શરમજનક ટ્વીટ છે. વહેલી તકે પાછી ખેંચી લેવી જોઈએ. આપણા સશસ્ત્ર દળોનું અપમાન કરવું વ્યાજબી નથી.”

અભિનેત્રીએ લોક કરી દીધું પોતાનું એકાઉન્ટ
સેનાના નિવેદનની મજાક ઉડાવતા રીચાના ટ્વીટને લઈને સોશિયલ મીડિયામાં યુઝર્સે આકરા પ્રહાર કરી રહ્યાં છે. ત્યારે રિચા ચઢ્ઢાએ પોતાનું એકાઉન્ટ લોક કરી દીધું છે. અને માત્ર તેના ફોલોઅર્સ જ તેની ટ્વીટ્સ જોઈ શકે તેવું અપ્રૂવ કરી દીધું છે.

શું થયું હતું ગલવાન વેલીમાં?
જૂન 2020માં ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકોની ચીની સૈનિકો સાથે અથડામણ થઈ હતી જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. કલાકો સુધી ચાલેલી અથડામણમાં કેટલાક ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. એક આંકડા પ્રમાણે 40થી વધુ ચીની સૈનિકો માર્યા ગયા હતા પરંતુ ચીને ક્યારેય આ લડાઈમાં ગુમાવેલા સૈનિકોની ચોક્કસ સંખ્યા જાહેર કરી નથી.

સેનાએ PoK પાછું લેવાની તૈયારી દાખવી હતી
ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું મંગળવારે નિવેદન રક્ષા મંત્રી રાજનાથ સિંહના અગાઉના નિવેદનના સંદર્ભમાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ઇન્ડિયન આર્મી હંમેશા સરકારના આદેશનો અમલ કરવા માટે તૈયાર છે. ભારતીય સેના ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા કોઈપણ આદેશનું પાલન કરશે. જ્યારે પણ આવા આદેશો આપવામાં આવશે, અમે હંમેશા તેના માટે તૈયાર રહીશું,”

Back to top button