ટ્રેન્ડિંગમનોરંજન

Oscars ઇવેન્ટમાં બેસવા માટે રાજામૌલીથી લઈ રામચરણ જેવા અભિનેતાઓએ ખર્ચયા આટલાં લાખ !

Text To Speech

હાલમાં જ અમેરિકા ખાતે 95મો ઓસ્કાર એવોર્ડ યોજાયો હતો, જેમાં એસ.એસ રાજામૌલીની ફિલ્મ RRR ના ગીત નાટુ નાટુને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે એવોર્ડની જાહેરાત કરવામાં આવી ત્યારે ફિલ્મ RRRની ટીમ આનંદમાં હતી. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મની ટીમે ઓસ્કાર સમારોહ માટે સીટ રિઝર્વ કરવા માટે કેટલો ખર્ચ કર્યો હતો? આ અંગેની માહિતી સામે આવી છે.

'નાટુ નાટુ' માટે ગોલ્ડન ગ્લોબ જીતનાર એમએમ કીરવાણીના બોલિવુડના 10 યાદગાર સોંગ્સ આ રહ્યા hum dekhenge news

રસપ્રદ વાત RRR ફિલ્મના નિર્દેશક એસ.એસ રાજામૌલી સિવાય અન્ય કોઈએ ઉઠાવ્યો હતો. આ અંગેની એક વાત સામે આવતાં એવો દાવો કરવામાં આવ્યો છેકે, એસ.એસ રાજામૌલીએ ઓસ્કર 2023ની દરેક સીટ માટે 20 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. નાટુ નાટુ ગીતના સંગીતકાર એમ.એમ કીરાવાની, ગીતકાર ચંદ્ર બોઝ અને તેમની પત્નીઓને ઓસ્કાર 2023માં મફત પ્રવેશ મળ્યો હતો.

આ પણ વાંચો : ફિલ્મી પડદે જોવા મળશે મહાઠગ સુકેશ અને જેકલીન ફર્નાન્ડિસની લવ સ્ટોરી, ફિલ્મ બનાવવાની તૈયારી

શું છે એકેડેમી એવોર્ડમાં વ્યવસ્થા ?

બીજી તરફ એકેડેમી એવોર્ડ્સ અનુસાર, જેઓને એવોર્ડ આપવામાં આવે છે અને તેમના પરિવારની એન્ટ્રી ફ્રી છે. આ સિવાય જો કોઈ અન્ય ઓસ્કાર એવોર્ડ સમારોહનો ભાગ બનવા માંગે છે, તો તેણે તેના માટે ઘણા પૈસા ખર્ચવા પડશે.

RRR - Humdekhengenews

એસ.એસ રાજામૌલીએ ફિલ્મ RRRની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે પોતાના અને તેમની ટીમના અન્ય સભ્યો માટે ટિકિટ ખરીદી હતી. ઓસ્કર 2023 માટે ટિકિટની કિંમત વ્યક્તિ દીઠ $25,000 હતી, જે ભારતીય રૂપિયામાં 20.6 લાખ રૂપિયાની સમકક્ષ છે. ફિલ્મના મુખ્ય કલાકારો રામ ચરણ અને જુનિયર એનટીઆર પણ તેમની પત્નીઓ સાથે શોમાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : ‘ભારત ઓસ્કર માટે ખોટી ફિલ્મો મોકલી રહ્યું છે’ જાણો AR રહેમાનના આ નિવેદનની શું છે હકીકત

Back to top button