ગુજરાતટોપ ન્યૂઝ

લોકસભા ચૂંટણી પહેલા ‘આપ’નો મોટો દાવ: ગુજરાતમાં AAP અને કોંગ્રેસનું ગઠબંધન, ઈસુદાન ગઢવીની જાહેરાત

Text To Speech

લોકસભાની ચૂંટણીને હવે થોડા જ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે આ વચ્ચે રાજકારણમાં મોટી ઉથલ પાથલ થવા લાગી છે. વિપક્ષોએ આ વખતની ચૂંટણી જીતવા માટે એડી ચોડીની જોર લગાવી રહી છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે.

ઈસુદાન ગઢવીએ કરી મોટી જાહેરાત

પ્રાપ્ત વિગતો મુજબ આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ઈસુદાન ગઢવીએ મોટી જાહેરાત કરી છે. ઈશુદાન ગઢવીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે.લોકસભાની ચૂંટણી પહેલા બંને પાર્ટીઓ ગઠબંધન કરશે. ઇન્ડિયાના નેજા હેઠળ બંને પક્ષ સંયુક્ત રીતે ચૂંટણી લડશે.રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન થશે, 26 સીટોમાં બંને પાર્ટી વચ્ચે સીટની વહેંચણી થશે.

આ પણ વાંચો : દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડ પાસે લાગી આગ, ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

આપના નેતા ઈસુદાન ગઢવીએ શિક્ષણ નિતીને લઈને કર્યું ટ્વિટ, ભાજપ પર તાક્યું નિશાન

ગુજરાત કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું

ઈસુદાન ગઢવીના દાવા અંગે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે,”અમને હજુ સુધી આ અંગે કોઈ જાણકારી મળી નથી, ગઠબંધન અંગેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે”.

આ પણ વાંચો : મહિલાઓને આર્થિક સ્વતંત્રતા અપાવવામાં અમદાવાદ જિલ્લાની નોંધપાત્ર કામગીરી

Back to top button